ગોળીબાર/ અમેરિકામાં ગોળીબાર 3નાં મોત 3 ઘાયલ

અમેરિકામાં ગોળીબાર 3 નાં મોત

World
merica અમેરિકામાં ગોળીબાર 3નાં મોત 3 ઘાયલ

અમેરિકામાં ગોળીબારના બનાવો સામાન્ય થઇ ગયા છે. અવારનવાર ગોળીબારની ઘટના ઘટે છે. અમેરિકાના આેહાયો રાજ્યના યંગ્સટાઉનના એક બારની બહાર રવિવારે ગોળીબાર થયો હતો તેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા અને ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. યંગ્સ ટાઉનના પોલીસ વિભાગના પ્રમુખ કાર્લ ડેવિસએ જણાવ્યું હતું ટાર્ચ કલબ બાર એન્ડ ગ્રિલ બાર વિસ્તારમાં ઘટના પછી રવિવારે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ પોલીસ પહોંચી હતી. ડેવિસના જણાવ્યા અનુસાર ઘટનામાં ત્રણ લોકોનું મૃત્યુ અને ત્રણ લોકો ઘાયલ થયા છે.  ધાયલ થયેલી એક વ્યક્તિની સ્થિતી ગંભીર છે.

વધુમાં ડેવીસ જણાવે છે કે, બારની અંદર ગોળીબાળી નથી થઇ પરંતુ ઘટનાની શરૃઆત ત્યાંથી થવાની આશંકા છે. અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા પછી તેમને ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા  અને ત્યાં એકઠી થયેલી ભીડને દૂર કરવા અન્ય પોલીસ અધિકારીઓને પણ બોલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ધટના કેવી રીતે થઇ તેની જાણકારી મળી નથી. જેના કારણે હાલ કોઇ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પુછપચ્છ કરવામાં આવી રહી છે. યંગ્સટાઉનના મેયર જેમિયલ ટીટો બ્રાઉનએ આ ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.