અકસ્માત/ મધ્યપ્રદેશમાં બસમાં આગ લાગતાં 3 લોકો જીવતા ભુજાયાં,મથુરાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા

ટ્રાવેલર્સની બસ એક કન્ટેનર સાથે અથડાતા આગ લાગી હતી. જેના કારણે  સવાર ત્રણ લોકો જીવતા દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા

Top Stories India
accident123 મધ્યપ્રદેશમાં બસમાં આગ લાગતાં 3 લોકો જીવતા ભુજાયાં,મથુરાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા

ગુના જિલ્લાના બીનાગંજ પાસે મથુરાથી ઈન્દોર જઈ રહેલી એક ટ્રાવેલર્સની બસ એક કન્ટેનર સાથે અથડાતા આગ લાગી હતી. જેના કારણે  સવાર ત્રણ લોકો જીવતા દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીની રાત્રે મથુરાથી ટ્રાવેલર્સની બસ ઈન્દોર તરફ આવી રહી હતી ત્યારે ગુના જિલ્લાના બીનાગંજ પાસે મોટો અકસ્માત થયો હતો.મધ્યપ્રદેશના ઇન્દોરના કેટલાક લોકો દિવાળી પર મથુરાની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા. બીનાગંજ પાસે રાત્રિના સમયે રસ્તાના કિનારે પાર્ક કરાયેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પછી ટ્રાવેલર્સની બસમાં આગ લાગી હતી.

ટ્રાવેલર્સની બસમાં આગ લાગવાથી સવાર કરી રહેલા  16 મુસાફરોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના શરીર સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયો હતો.મૃતદેહ ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં હતાં અન્ય કેટલાક લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.