પશ્વિમ બંગાળ/ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમમાં નાસભાગ થતા 3 મહિલાઓના મોત,પાંચ ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના આસનસોલમાં બુધવારે સાંજે બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમમાં ભીડ ભેગી થવાને કારણે નાસભાગ મચી ગઈ હતી

Top Stories India
2 19 ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમમાં નાસભાગ થતા 3 મહિલાઓના મોત,પાંચ ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના આસનસોલમાં બુધવારે સાંજે બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમમાં ભીડ ભેગી થવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ નાસભાગને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે શુભેન્દુ અધિકારી પોતાનું ભાષણ પૂરું કરીને સ્થળની બહાર નીકળી ગયા હતા. આ કાર્યક્રમનું આયોજન આસનસોલના પૂર્વ મેયર અને બીજેપી નેતા જીતેન્દ્ર તિવારીએ કર્યું હતું. ઘાયલોને આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુભેન્દુ અધિકારી કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા.

આ ઘટનાનેલઇને હવે રાજકારણ ગરમાયું છે. , ટીએમસી આ ઘટનાને લઈને શુભેંદુ અધિકારી પર શાબ્દિક હુમલો કર્યો છે, તેમણે આ દુર્ઘટના માટે વિરોધ પક્ષના નેતાને જવાબદાર ઠેરવ્યા છે. આરોપ લગાવતા ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે જાણવા મળ્યું છે કે ભાજપે પોલીસની પરવાનગી વિના આ ગેરકાયદેસર રેલીનું આયોજન કર્યું હતું. ગરીબોના જીવ સાથે રમત રમી. આસનસોલ પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ભાજપે આ કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લીધી ન હતી.કુણાલ ઘોષે આગળ કહ્યું- હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાની પાર્ટીની બાગડોર એક પાગલ વ્યક્તિને આપીને શું કરી રહ્યા છે? શુભેન્દુ અધિકારીએ આ અકસ્માત માટે માફી માંગવી જોઈએ. શા માટે તેને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવો જોઈએ નહીં?