Not Set/ ચૂંટણી નજીક છે ત્યારે કર્ણાટકમાંથી 31 કરોડની રોકડ,30 કિલો ડ્રગ્સ પકડાયા

બેંગ્લુરુ, કર્ણાટકમાં જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ મોટા પ્રમાણમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત થવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે ૭ કરોડ રૂપિયાની નકલી નોટો ઉપરાંત અસલી રોકડ અને અન્ય સામાન પણ મળી આવ્યો છે. આજે કર્ણાટકના અલગ અલગ વિસ્તારમાં ગાડીમાંથી લઈ જવાતી ૩૧.૫૫ કરોડ રૂપિયાની રોકડ, ૪.૫૮ […]

Top Stories
dc Cover 5p25kithga2rmr4bjeadtus0k4 20170128121421.Medi ચૂંટણી નજીક છે ત્યારે કર્ણાટકમાંથી 31 કરોડની રોકડ,30 કિલો ડ્રગ્સ પકડાયા
બેંગ્લુરુ,
કર્ણાટકમાં જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ મોટા પ્રમાણમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત થવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે ૭ કરોડ રૂપિયાની નકલી નોટો ઉપરાંત અસલી રોકડ અને અન્ય સામાન પણ મળી આવ્યો છે. આજે કર્ણાટકના અલગ અલગ વિસ્તારમાં ગાડીમાંથી લઈ જવાતી ૩૧.૫૫ કરોડ રૂપિયાની રોકડ, ૪.૫૮ કરોડની કિંમતનો ૧.૧૫ લાખ લીટર દારુ, ૧૯.૭૯ લાખ રૂપિયાની કિંમતનો ૩૦.૫૨ કિલો ડ્રગ્સ, ૩.૫૯ કરોડ રૂપિયાની કિંમતના ૧૪.૪૯ કિલોગ્રામ સોનુ અને ૧૨.૫૭ લાખની કિંમતની ચાંદી જપ્ત કરવામાં આવી છે.
આ સાથે જ કર્ણાટકના બેલાવગીમાં ૭ કરોડ રૂપિયાની નકલી નોટો પણ મળી આવી છે. એકબાજુ દેશના મોટાભાગના રાજ્યોમાં  અત્યારે રોકડની ભારે  અછત ચાલી રહી છે. ત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે કર્ણાટક ચુંટણીમાં મોટાપાયે રોકડની આપ લે થતી હોવાના કારણે આ તંગી સર્જાઈ છે.  આ ઉપરાંત નકલી નોટો મળવાના કારણે એવુ માનાવામાં આવી રહ્યુ છે કે રોકડની તંગીના કારણે ચુંટણીમાં મતદારોને આકર્ષવા નકલી નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે. ચુંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યુ છે અને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના માર્ગ અપનાવી રહી છે. આ પહેલા ગત સપ્તાહે કર્ણાટકના હુકૈરીમાંથી ૪ કરોડની રોકડ મળી આવી હતી.