Not Set/ દેશના ચાર રાજ્યમાં વિદેશથી આવેલા 30 મુસાફરો કોરોના પોઝિટિવ…

જોખમવાળા આફ્રિકન દેશોની મુસાફરીથી પાછા ફર્યા છે. જેમાંથી 9 મુસાફરો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે. આ ઉપરાંત તામિલનાડુના 2 અને ગુજરાતના 1 મુસાફરનો સમાવેશ થાય છે

Top Stories India

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે. ઓમિક્રોને ભારતમાં પણ ચિંતા વધારી છે.   જોખમ ધરાવતા દેશોના લગભગ 30 મુસાફરો કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કુલ મળીને આ 30 મુસાફરો ચાર રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પ્રવાસીઓના સ્વેબ સેમ્પલને વધુ પરીક્ષણ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ તપાસથી ખબર પડશે કે આમાંથી કોઈ યાત્રી કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના મુસાફરો ઉચ્ચ જોખમવાળા આફ્રિકન દેશોની મુસાફરીથી પાછા ફર્યા છે. જેમાંથી 9 મુસાફરો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે. આ ઉપરાંત તામિલનાડુના 2 અને ગુજરાતના 1 મુસાફરનો સમાવેશ થાય છે. આ રાજ્યોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાંથી વધુ લોકો એસિમ્પટમેટિક છે અને તેમનામાં કોવિડના બહુ ઓછા લક્ષણો જોવા મળ્યા છે. આ તમામ મુસાફરોના કોન્ટેક્ટ ટ્રેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુરુવારે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં જોવા મળ્યો હતો. આમાંથી એક પેસેન્જર 27 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી દુબઈ ગયો હતો અને તેણે આ અંગે સ્થાનિક સત્તાધિકારીને જાણ પણ કરી ન હતી. આ પ્રકારથી ચેપગ્રસ્ત અન્ય વ્યક્તિ ડૉક્ટર છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેમના કોન્ટેક્ટ ટ્રેકિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે.