બનાસકાંઠા જીલ્લાનાં ડીસા તાલુકાનાં ઝેરડા ગામ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જો કે, આ અકસ્માત કોઇ વાહનો વચ્ચે સામે સામે ન થચો હોવાની હકીકતો સામે આવી રહી છે. રોડ પર અચાનક જ એક છકડો રીક્ષા પલટી ખાઇ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. છકડો રીક્ષા પલટી ખાતા રીક્ષામાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રીક્ષા કયા કારણસર પલટી ખાધી હતી, તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. જો કે પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આ મામલે આગળની તપાસ હાથ ઘરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
