- એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર
- સેનાએ કશ્મીરના બાંદીપુરામાં કર્યા ઢેર
- આતંકવાદીઓ પાસેથી હથિયારો બરામદ
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગઈકાલથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી 55 કિલોમીટર દૂર લોદદરા ગામમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર દરમિયાન ગઇ કાલે રાત્રે એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બીજો આજે માર્યો ગયો છે.
#JammuAndKashmir: Two terrorists were killed in exchange of fire between security forces and terrorists in Bandipora, earlier today. Arms and ammunition recovered. Identity and affiliation being ascertained. (Visuals deferred by unspecified time) pic.twitter.com/sXOYdQFaet
— ANI (@ANI) November 11, 2019
સુરક્ષા દળોને કેટલાક આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીને પગલે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ચિનાર કોર્પ્સ-ભારતીય સૈન્યના સત્તાવાર ટ્વિટર હેન્ડલરમાંથી ટ્વીટ કર્યું છે કે,માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને યુદ્ધ સામગ્રી મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
