નાગરિકતા સંશોધન કાયદાનાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભાજપનાં કાર્યકરોનાં લોક સંપર્ક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પત્રો લખવામાં આવ્યા હતા તમામ પત્રો એકત્ર કરી બોપલ ખાતે રેલી કાઢી હેડ પોસ્ટ ઓફિસમાં સુપ્રત કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, કુલ 31,000 પત્રો એકત્ર થયા છે.
નાગરિકતા સંશોધન કાયદાનાં સમર્થનમાં અમદાવાદ જિલ્લામાં લોકોની સહીઓ અને અભિનંદન આપતા 31,000 પત્રો સાથે બોપલ ખાતે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા લખવામાં આવ્યા હતા. બાદમાં તમામ પોસ્ટ કાડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટમાસ્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ દરમિયાન ભાજપનાં જિલ્લાનાં અધ્યક્ષ આર.સી પટેલ, મહામંત્રી માધુ ઠાકોર સહિત ભાજપ આગેવાન નવદીપ ડોડિયા સહિતનાં ભજપનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી આ કાયદાને લઇને ઘણીવાર કહેવામાં આવ્યુ છે કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છીનવી લેવા માટે નથી, પરંતુ તેમ છતા તેનો સતત વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે અમદાવાદ જિલ્લામાં ભાજપનાં કાર્યકર્તાઓ આ કાયદાનાં સમર્થનમાં સહીઓ અને અભિનંદન આપતા 31,000 પત્રો એકત્ર કર્યા છે. દેશમાં ચાલી રહેલા આ ગરમ મુદ્દા પર ઠંઠો બરફ ક્યારે મુકાશે તે હવે જોવુ રહ્યુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
