Not Set/ નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ ભારતમાં લોન્ચ, કિંમત 57 લાખ રૂપિયાથી શરૂ

નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ ભારતીય બજારમાં 57.06 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નાં પ્રારંભિક ભાવે લોન્ચ કરવામાં આવી છે. નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. કંપની તેને બે વેરિઅન્ટ એસ ડેરિવેટિવ્ઝ અને આર ડાયનામિક એસઇમાં લાવ્યા છે, તેના ટોપ મોડેલની કિંમત […]

Tech & Auto
Land Rover Discovery Sport Dynamic નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ ભારતમાં લોન્ચ, કિંમત 57 લાખ રૂપિયાથી શરૂ

નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ ભારતીય બજારમાં 57.06 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નાં પ્રારંભિક ભાવે લોન્ચ કરવામાં આવી છે. નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. કંપની તેને બે વેરિઅન્ટ એસ ડેરિવેટિવ્ઝ અને આર ડાયનામિક એસઇમાં લાવ્યા છે, તેના ટોપ મોડેલની કિંમત 60.89 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે.

Image result for न्यू-जनरेशन डिस्कवरी स्पोर्ट

નવી જનરેશનની ડિસ્કવરી સ્પોર્ટ ઘણા સુધારાઓ અને ફેરફારો સાથે લાવવામાં આવી છે. એક્સીટિયર વિશે વાત કરતાં, આગળ અને પાછળ એક નવું બમ્પર લગાવવામાં આવ્યું છે, તેમજ ડાયનામિક ઈન્ડિકેટરની સાથે નવા હેડલેમ્પ્સ લગાવવામાં આવેલ છે.

Image result for new land rover discovery sport 2020

કારમાં નવી એલઇડી હેડલાઇટ, એલઇડી ટેલલાઇટ, સારી ગ્રિલ અને બ્લેક આઉટ રીઅર નંબર પ્લેટ છે. જેના કારણે લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ વધુ સ્પોર્ટી અને શાનદાર લાગે છે.

न्यू लैंड रोवर डिस्कवरी स्पोर्ट लॉन्च कीमत 57.06 लाख रुपये फीचर्स इंजन अपडेट जानकारी

ઇંટીરિયર વિશે વાત કરીએ તો નવી ડિસ્કવરી સ્પોર્ટમાં 12.3 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ તેમજ 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

Image result for new land rover discovery sport 2020 interior

નવી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટમાં 4 જી વાઇ-ફાઇ, મલ્ટિટચ ગેસ્ચર અને વોઇસ કંટ્રોલ પણ આપે છે. આ સાથે, મલ્ટિ સ્પોક સ્ટીઅરિંગ વ્હીલ અને ડ્રાઇવરનાં આરામ માટે ડ્રાઈવર કન્ડિશન મોનિટર, લેન કીપ અસિસ્ટ, અનુકૂલનશીલ ક્રુઝ કંટ્રોલ અને ઓટોનોમસ ઇમર્જન્સી બ્રેકિંગ આપવામાં આવેલ છે.

Image result for new land rover discovery sport 2020 stering wheel

નવા લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટનાં એન્જિન વિશે વાત કરવામાં આવે તો, તે 2.0-લીટર બીએસ 6 પેટ્રોલ અને ડીઝલ એન્જિન વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, તેના પેટ્રોલ એન્જિનમાં 48 વોલ્ટ હાઇબ્રિડ સિસ્ટમ લગાવવામાં આવેલ છે.

Image result for new land rover discovery sport 2020

તેનું પેટ્રોલ એન્જિન 245 બીએચપી પાવર અને 365 ન્યૂટન મીટર ટોર્ક પ્રદાન કરે છે અને ડીઝલ એંજિન 177 બીએચપી પાવર અને 430 ન્યૂટન મીટર ટોર્ક આપે છે. તેમાં 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવેલ છે.

Image result for new land rover discovery sport 2020 stering wheel

ભારતમાં નવા લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટનાં ડીઝલ વેરિએન્ટની ડિલિવરી શરૂ થઈ ગઈ છે અને પેટ્રોલ વેરિયન્ટની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કંપની તેની જાહેરાત અલગથી કરવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.