Covid-19/ 353 નવા કેસ, એકનું મોત – રાજ્યમાં અત્યાર સુધીમાં 95909 વ્યક્તિઓેને કોરોના રસીકરણ‍

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95909  વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

Gujarat

કોરોના ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જો કે, પાછલા બે-ત્રણ દિવસની સરખામણીએ કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ જોવામાં આવ્યો છે, પરંતુ વધારો સામાન્ય છે આવુ કહી શકાય તેમ છે. બાકી તો  દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં કોરોના મામલે સતત સારી પરિસ્થિતિ નોંધવામા આવી રહી છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે.

 કોરોના નવા કેસની સંખ્યા 353 – મૃત્યુ આંક 01

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 353 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

આટલા લોકોને અત્યાર સુધીમાં મળી રસી

રાજયમાં કોરોના ર‍રસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું.  આજની તારીખે કુલ‍ 33 કેન્દ્રો પર 3787 વ્યક્તિઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. આજનાં આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95909  વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

આટલા દર્દી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  462 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 251862 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે  3976 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 3976 એકટિવ  કેસમાંથી 43 વેન્ટીલેટર પર છે, જ્યારે 3933 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 353 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 260220  પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4382 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યનો આ છે રીકવરી રેટ

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 462 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 96.79 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ 251862 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 27.01.2021

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…