Not Set/ વડોદરા ગેંગરેપ/ આરોપીઓના 3D સ્કેચ તૈયાર કરાવાયા

વડોદરાના નવલખી મેદાન ખાતે ત્રણ દિવસ અગાઉ સગીરાને ઝાડી-ઝાંખરામાં ખેંચી જઈને બે નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા આરોપીઓના નવા 3d વર્ઝનના સ્કેચ બનાવવામાં આવ્યા છે. તદુપરાંત ગતરોજ પોલીસ વિભાગ દ્વારા પીડિતાએ બતાવેલા વર્ણનના આધારે આબેહૂબ મળી […]

Gujarat Vadodara
વડોદરાના નવલખી મેદાન ખાતે ત્રણ દિવસ અગાઉ સગીરાને ઝાડી-ઝાંખરામાં ખેંચી જઈને બે નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા આરોપીઓના નવા 3d વર્ઝનના સ્કેચ બનાવવામાં આવ્યા છે.
તદુપરાંત ગતરોજ પોલીસ વિભાગ દ્વારા પીડિતાએ બતાવેલા વર્ણનના આધારે આબેહૂબ મળી આવતા શખ્સો ને અટકમાં લીધા હતા અને ત્યાર બાદ પીડિતાને બતાવ્યા હતા પરંતુ પીડિતાએ એક શખ્સની ચાલ દુષ્કર્મ આચરનાર સાથે મળતી આવતી હોવાનું જણાવ્યું હતું.
જો કે આ યુવકો દુષ્કર્મ આચરનાર ન હોવાનું પોલીસને જણાવતા પોલીસે બંને શંકાસ્પદ યુવકોને છોડી મૂક્યા હતા હવે વડોદરા પોલીસ આરોપીઓ જેવા આબેહૂબ દેખાતા નવા બનાવેલા થ્રીડી વર્ઝનમાં સ્કેચ સાથે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ સ્કેચ બનાવવા માટે વડોદરા પોલીસે સુરતની એજન્સીની સહાય લીધી હતી.
https://www.youtube.com/watch?v=doBz_EEGaPw
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.