ટ્રેન દુર્ઘટના/ બિકાનેર એક્સપ્રેસના 4-5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક લોકો ઇજાગસ્ત

પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બંગાળના મોમોહની પાસે ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે.

Top Stories India
બિકાનેર એક્સપ્રેસ

પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બંગાળના મોમોહની પાસે ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈના મોતના સમાચાર  સામે આવ્યા નથી. આ અકસ્માત સાંજે પાંચ વાગ્યે બન્યો હતો. ટ્રેન ગુવાહાટીથી બિકાનેર જઈ રહી હતી.

આ પણ વાંચો :જાણો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી લડશે ચૂંટણી

મળતી માહિતી અનુસાર, જલપાઈગુડી જિલ્લાના મોયનાગુરી પાસે બિકાનેર-ગુહાવતી એક્સપ્રેસના ચારથી પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન પટનાથી ગુવાહાટી જઈ રહી હતી. બચાવ કામગીરી હાલ ચાલુ છે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારને વધુ એક ઝટકો, મંત્રી ધર્મ સિંહ સૈનીએ પણ આપ્યું રાજીનામું

આ દુર્ઘટના અંગે માહિતી આપતા એક મુસાફરે જણાવ્યું કે, “ચાલતી ટ્રેનમાં અચાનક ધ્રુજારીના આંચકા આવ્યા, જેના પછી ઘણા ડબ્બા પલટી ગયા. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત પણ થયા છે.

આ પણ વાંચો :ભારતને લાગ્યો ચોથો ઝટકો, રહાણે થયો આઉટ

આ ઘટના પર ભારતીય રેલ્વેએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. રેલ્વેએ કહ્યું, “ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસ 15633 (UP) આજે સાંજે લગભગ 5 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. 12 કોચ પ્રભાવિત થયા છે. ડીઆરએમ અને એડીઆરએમ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો :જનતા પસંદ કરશે AAPનો CM ચહેરો! કેજરીવાલે ફોન નંબર જારી કરીને માંગ્યા સૂચનો