- દિલ્હી-જયપુર રોડ પર સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત
- અકસ્માતમાં ભાવનગર પોલીસ કોન્સ્ટે.ના મોત
- ભાવનગર પોલીસ બેડાનાન 4 કોન્સ્ટેબલના મોત
- આરોપીને લઇને ભાવનગર પરત આવી રહ્યા હતા
રાજસ્થાનમાં ગમખ્વાર અકસમાત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થેળે મોત થઇ ગયું છે.અક્સમાત દિલ્હી-જયુપર હાઇવે રોડ પર થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ આરોપીને લઇને ભાવનગર પરત આવી રહી હતી ત્યારે આ અક્સમાત સર્જાયો હતો,જેમાં એક આરોપી સહિત ચાર પોલીસકર્મીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને સત્વરે પોલીસને જાણ કરી હતી,પોલીસ ઘટનાસ્થળે પહોચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસના જ્ણાવ્યા અનુસાર ગમ્ખવાર અકસ્માત હતો જેના લીધે પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયુ છે. આ તમામના મૃતદેહો હાલ પોસ્ટમોર્ટ માટે મોકલ્યા છે.
ભાવનગરના ચાર પોલીસકર્મીઓના મોત થયા છે. જેના લીધે ભાવનગરમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
