@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાનાં ભલગામડા ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી LCB ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 4752 બોટલો સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દારૂ, મોબાઈલ, વાહનો સહિત 26.36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વિદેશી વિદ્યાર્થીનો આપઘાત: જી ટી યુ માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીએ 11માં માળેથી ઝંપલાવતા મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી દારૂ, જુગારની બદીને નાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાની સુચનાને ધ્યાનમાં રાખીને એલસીબી ટીમ દ્વારા લીંબડી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. ભલગામડા ગામે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. પીઆઈ ડી.એમ.ઠોલનાં માર્ગદર્શન હેઠળ PSI વી.આર.જાડેજા સહિત એલસીબી ટીમે ભલગામડા ગામે દરોડો પાડયો ત્યારે પ્લાસ્ટીકની થેલીમાં મરઘાને ખવડાવવાનાં દાણાની આડમાં કન્ટેનરમાં છૂપાવેલા વિદેશી દારૂની 4752 બોટલો મળી આવી હતી.
રાહતના સમાચાર: મોરબીવાસીઓ માટે મંગળવાર ફળ્યો, એકેય કોરોના કેસ ન આવતા લોકોએ હાશકારો લીધો
વિદેશી દારૂ ભરેલ કન્ટેનરનો ચાલક હરીયાણા, તા.જિ. જંજરનાં ભતેરાનો રહે. રાજેશ નંદલાલ અને એજ ગામનો કલીનર રણબીર ભરતુરામને ઝડપી લીધા હતા. સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર અને કટિંગ કરવાની ફિરાતમાં કાર લઈને પેટ્રોલીંગ કરતા લીંબડીના ભલગામડાના રહે.સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂદ્ધસિહ રાણા અને ધંધુકા તાલુકાના વાગડના રહે. અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમાને પણ ઝડપી પાડ્યા હતા. કિં.રૂ.15,12,900 દારૂ, કિં.16,000 રૂ.ના 4-નંગ મોબાઈલ, 10 લાખનું કન્ટેનર અને 1 લાખની કાર મળી 26,39,170 રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા 4 શખ્સો સાથે દારૂ ભરી આપનાર દિલ્હીનો જોગો અને અજાણ્યો શખ્સ સહિત તપાસમાં ખુલ્લે તે તમામ ઈસમો વિરૂધ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ રેડમાં ઋતુરાજસિંહ મકવાણા, અનિરૂદ્ધસિહ ખેર, નિકુલસિંહ ઝાલા સહિતના રોકાયા હતા.

