Pakistan/ પાકિસ્તાનની સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલો થતા 4 લોકોના મોત,10થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ ભાગમાં એક સુરક્ષા ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ સૈનિકો અને એક બાળકના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી

Top Stories World

પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ ભાગમાં બુધવારે એક સુરક્ષા ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ સૈનિકો અને એક બાળકના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.જિલ્લા પોલીસ અધિકારી  સલીમ રિયાઝે જણાવ્યું કે આત્મઘાતી હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં બાનુ-મીરાન શાહ રોડ પર હમીદુલ્લા શહીદ સુરક્ષા ચોકી પર થયો હતો.

તેમણે કહ્યું કે આત્મઘાતી હુમલામાં સુરક્ષા ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના ત્રણ સૈનિકો અને એક બાળક માર્યા ગયા હતા. હુમલામાં 10 નાગરિકો ઘાયલ થયા હતા.અત્યાર સુધી કોઈ સંગઠને આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી.