Not Set/ 5 મહિનાથી કમાણી છે બંધ, ઘરનો સામાન વેચીને ચલાવી રહ્યો છે કામ મિસ્ટર બજાજ

લોકડાઉનમાં દરેક સેક્ટરની કમાણીમાં ખાસ અસર પડી છે. મનોરંજન જગત પણ આનાથી બાકાત રહ્યું નથી. શૂટિંગ અટકી જવાના કારણે લેવિશ લાઇફ જીવતા સ્ટાર્સ પણ આ દિવસોમાં ઘરોમાં છે. એટલું જ નહીં, કેટલાક સ્ટાર્સ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોનિત રોય પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. રોનિત રોયે ખુલાસો […]

Uncategorized
a1bf5d8d021c4245509d8dfbdbd4f6d3 5 મહિનાથી કમાણી છે બંધ, ઘરનો સામાન વેચીને ચલાવી રહ્યો છે કામ મિસ્ટર બજાજ

લોકડાઉનમાં દરેક સેક્ટરની કમાણીમાં ખાસ અસર પડી છે. મનોરંજન જગત પણ આનાથી બાકાત રહ્યું નથી. શૂટિંગ અટકી જવાના કારણે લેવિશ લાઇફ જીવતા સ્ટાર્સ પણ આ દિવસોમાં ઘરોમાં છે. એટલું જ નહીં, કેટલાક સ્ટાર્સ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોનિત રોય પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. રોનિત રોયે ખુલાસો કર્યો કે લોકડાઉનને કારણે તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તેમ છતાં તે લોકોની મદદ કરી રહ્યો છે.

એક ખાનગી માધ્યમને આપેલા ઈન્ટરવ્યુમાં રોનિત રોયે કહ્યું હતું કે લોકડાઉનને કારણે તે પણ ખૂબ પરેશાન છે. જાન્યુઆરીથી તેની આવક બંધ છે અને માર્ચથી તેનો ધંધો અટક્યો છે. આવી સ્થિતિમાં કમાણી થતી નથી. જો કે, આ મુશ્કેલ સમયમાં તે હતાશ થવાને બદલે હિંમતથી કામ કરી રહ્યો છે.

આગળ, રોનિતે કહ્યું કે, “અભિનય ઉપરાંત, મારો નાનો બિઝનેશ પણ છે, જેમાં કામ ચાલી રહ્યું હતું. પરંતુ માર્ચથી તે પણ બંધ છે. હવે મારી પાસે જે કેટલીક વસ્તુઓ છે તે વેચી રહ્યો છે. જેથી હું એ 100 પરિવારોને ટેકો આપી શકું છું કે જેમની જવાબદારી મેં લીધી છે. હું વધારે પૈસા કમાવવાનો નથી પરંતુ હું તે કરી રહ્યો છું. આવી સ્થિતિમાં મોટા પ્રોડક્શન હાઉસ અને ચેનલોએ કંઇક કરવું જોઈએ.”

રોનિત આગળ કહે છે કે તે કોઈ અમીર કે કોઈ મોટો માણસ નથી પરંતુ તે પાછલા ભૂતકાળમાં દરેકની મદદ કરવા માંગે છે. રોનિત હિન્દીના સૌથી લોકપ્રિય સિરિયલ શો કસૌટી જિંદગી કે ના મુખ્ય પાત્ર ઋષભ બજાઝથી ચર્ચામાં આવ્યો હતો. આ પાત્ર એટલું લોકપ્રિય હતું કે ચાહકો તેમને મિસ્ટર બજાજના નામથી ઓળખે છે.

રોનિત રોય જાન તેરે નામ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ 1992 માં રિલીઝ થઇ હતી. ઉપરાંત તેણે આદિત્ય પંચોલી અને કિશોરી શહાણે સાથે બોમ્બ બ્લાસ્ટમાં અભિનય કર્યો છે. તેણે અનુરાગ કશ્યપની ‘ધ ગર્લ ઈન યલો બૂટ’, કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર, દીપા મહેતાની મિડનાઇટ્સ  ચિલ્ડ્રન, સંજય ગુપ્તાની શૂટઆઉટ એટ વાડાલા અને બદસૂરત જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Ronit Roy helping 100 families by selling household items KPG

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.