Not Set/ વડોદરામાં ઓમિક્રોનનાં વધુ 5 નવા કેસ નોંધાયા, કતરથી પરત ફરી મહિલા મળી આવી પોઝિટિવ

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. વળી કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં વડોદરામાં ઓમિક્રોનનાં નવા 5 કેસ સામે આવ્યા છે.

Top Stories Gujarat Vadodara
ઓમિક્રોન કેસ
  • વડોદરામાં વધુ 5 ઓમિક્રોન ના કેસ નોંધાયા
  • કતારથી પરત ફરેલી મહિલાનો ઓમિક્રોન પોઝિટિવ
  • મહિલાએ એરપોર્ટમાં ન કરાવ્યો કોરોના ટેસ્ટ
  • નિઝામપુરાની મહિલા સહિત 5 પોઝીટીવ
  • વડોદરામાં કુલ ઓમિક્રોનનો આંકડો 35 ને પાર

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. વળી કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં વડોદરામાં ઓમિક્રોનનાં નવા 5 કેસ સામે આવ્યા છે. નવા 5 કેસ આવતા તંત્ર હવે દોડતુ થઇ ગયુ છે.

આ પણ વાંચો – WHO / કોરોનાના લીધે વિશ્વની સ્વાસ્થ સિસ્ટમ પર સીધી અસર પડી,એક જ સપ્તાહમાં 71 ટકા કેસ નોંધાયા

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે વડોદરાથી 5 નવા કેસ સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કતરથી એક મહિલા પરત ફરી હતી, જે ઓમિક્રોન પોઝિટિવ મળી આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ મહિલાનાં સંપર્કમાં આવેલા 5 લોકોને ટ્રેસ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ મહિલા હોમ આઇસોલેશનમાં છે. આ નવા કેસ સામે આવ્યા બાદ વડોદરામાં કુલ ઓમિક્રોનનો આંકડો 35 ને પાર થઇ ગયો છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે

ઉલ્લેખનીય છે કે, દેશમાં રોજ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ સતત વધતા કોરોનાનાં કેસને લઇને સરકાર અને તંત્ર પણ ચિંતામાં આવી ગયુ છે. હજુ થોડા દિવસો પહેલા જે કેસ 10-15-20 હજાર રોજનાં કેસ નોંધાતા હતા તે હવે લાખને પાર કરી ગયા છે. જે ખરેખર ત્રીજી લહેરની શરૂઆત હોય તેવો જ સંકેત આપી રહ્યુ છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 41 હજારથી વધુ નવા કેસનો આંકડો સામે આવ્યો છે. 7 મહિના બાદ સતત બીજા દિવસે 1 લાખથી વધુ નવા કેસ મળી આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે, 1,41,525 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે બે નાના રાજ્યોનાં ડેટા આવવાના બાકી હતા. આ પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધાયા હતા. 28 ડિસેમ્બરથી કેસ સતત વધી રહ્યા છે. આ 11 દિવસમાં દરરોજ 20 ટકા વધુ નવા કેસ જોવા મળ્યા છે. આટલું જ નહીં, આમાંથી 4 દિવસો એવા હતા જ્યારે કોરોનાનાં નવા કેસોની વૃદ્ધિ 40 ટકાથી વધુ હતી. આ સિવાય બે દિવસ એવા છે જ્યારે નવા કેસની સંખ્યા ગઈકાલની સરખામણીમાં 55 ટકા વધુ હતી.