Lifestyle/ સાડીમાં લાંબા અને પાતળા દેખાવા માટે અપનાવો આ 5 સ્ટાઇલિંગ ટિપ્સ…શેપવેરની જરુર નહીં પડે!

Saree (સાડી) ની પસંદગી એક સ્માર્ટ બાબત છે. જો તમારું વજન થોડું વધારે હોય અથવા કદ ઓછું હોય તો તમે સહેજ લાંબા અને પાતળા દેખાઓ એ માટે આ ટિપ્સ…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Saree, બ્લાઉઝ, પેટીકોટ, વજન, ડિઝાઇન

Lifestyle: સાડી એક સદાબહાર પરિધાન ગણાય છે જે ક્યારેય પણ ‘આઉટ ઓફ ફેશન’ (Fashion) નથી થઇ…સદીઓ અને યુગોથી સાડી (Saree)ને વિવિધ પ્રકારે પહેરવામાં આવતી રહી છે અને આજે પણ એ એટલો જ લોકપ્રિય ટ્રેન્ડ ગણાય  છે. ભારત (India)ના વિવિધ પ્રાંતમાં જુદી-જુદી રીતે સાડી પહેરવામાં આવે છે અને દરેક પ્રાંતમાં સાડી પહેરવાની એક અલગ શૈલી (Style) છે.

જો તમારું વજન (Weight) વધુ હોય કે પછી લંબાઈ ઓછી હોય તો તમે સાડી પહેરીને થોડા લાંબા-પાતળા (Slim Look) દેખાઇ શકો છો. આ માટે તમારે કેવળ યોગ્ય સાડી પસંદ કરવાની રહેશે અને પહેરતી વખતે અમુક સાવધાની રાખવી પડશે! યોગ્ય ફેબ્રિક અને ડ્રેપિંગ દ્વારા તમે તમારી પર્સનાલિટીને ઓર નિખારી શકો છો.

સાડીમાં પાતળા અને લાંબા દેખાવાની 5 ટિપ્સ (5 tips to look slimmer and longer in a saree)

આ માટે તમારે આ સ્ટાઇલ ટિપ્સ અપનાવવાની રહેશે. આ રીતે સાડી પહેરવાથી તમને ચરબી છુપાવવા માટે શેપવેર (Shapewear) પહેરવાની જરુર નહીં પડે!

Saree, બ્લાઉઝ, પેટીકોટ, વજન, ડિઝાઇન

1. સાડીનું ફેબ્રિક

જો તમે સાડીમાં પાતળા અને લાંબા દેખાવા માગતા હો તો એના માટે સૌથી આવશ્યક છે સાડીના યોગ્ય ફેબ્રિક (Fabric)ની પસંદગી! એવું ફેબ્રિક પસંદ ન કરવું જોઇએ જે ફૂલેલું-ફૂલેલું હોય! ભારે, સ્ટિફ અને જાડું ફેબ્રિક લેવાના સ્થાને હળવું કાપડ પસંદ કરવુંય શિફૉન અને જ્યોર્જેટ (Chiffon and Georgette) જેવા હળવાફૂલ કાપડથી બનેલી સાડીઓ તમને સ્લિમ લુક પ્રદાન કરે છે. જ્યારે ભારે સિલ્ક સાડી અથવા તો કોટનની સાડી ફૂલેલી દેખાય છે અને તમારો લુક સ્લિમ નહિં રહે!

Saree, બ્લાઉઝ, પેટીકોટ, વજન, ડિઝાઇન

2. યોગ્ય ચણિયો

સાડી પસંદ કર્યા બાદ, જ્યારે પણ એના માટે ચણિયા (Petticoat)ની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી…આ માટે તમારે યોગ્ય આકાર અને ફિટિંગનો ચણિયો જ પસંદ કરવો. આનાથી તમારો લુક હેવી નહિં લાગે! સ્લિમ દેખાવા માટે સાડીની સાથોસાથ તમારે હાઈ રાઇઝ અને લાઇટ ફિટ પેટીકોટ પસંદ કરવો રહ્યો!

3. પ્રિન્ટ પર પણ ધ્યાન આપવું

પાતળા અને લાંબા દેખાવા માટે સાડીની પ્રિન્ટ (Saree Print) અત્યંત જરુરી છે. ભારે અને મોટી ડિઝાઇન વાળી પ્રિન્ટની સાડી ન પહેરવી. નાની પ્રિન્ટ જેવી કે ફ્લોરલ અથવા તો ભૌમિતિક પેટર્ન (Floral or Geometric pattern) વાળી સાડીમાં તમે પાતળા અને લાંબા દેખાઇ શકે છે. એટલું જ નહિં પરંતુ, ઘેરા રંગ જેવા કે કાળા, નેવી બ્લ્યૂ, મરુન અથવા તો પોપટી રંગ સ્લિમ દર્શાવવામાં મદદરુપ બને છે.

Saree, બ્લાઉઝ, પેટીકોટ, વજન, ડિઝાઇન

4. આ ઢબે સાડી પહેરો

ક્યારેય પણ સાડીને ઢીલીઢાલી કે પેટની નીચેના ભાગે ન પહેરવી. આમ કરવાથી પેટની ચરબી (Belly Fat) વધારે દેખાશે. સાડીને કમર પર બાંધો અને એની પાટલી અર્થાત્ પ્લીટ્સ (Pleats) સારી રીતે સેટ કરવી અને એને યોગ્ય રીતે પિનઅપ કરી લેવી. પાલવને ઢીલો રાખવાથી એ પેટ અને કમરને ઢાંકી શકે છે અને પેટની ચરબી છુપાઇ જાય છે.

Saree, બ્લાઉઝ, પેટીકોટ, વજન, ડિઝાઇન

5. બ્લાઉઝ પર પણ ધ્યાન આપો

સાડીમાં ઊંચા અને સ્લિમ દેખાવા માટે યોગ્ય બ્લાઉઝ (Blouse)ની પસંદગી પણ અત્યંત જરુરી છે. વધુપડતો ટાઇટ અથવા તો ઢીલો બ્લાઉઝ તમારા લુકને બગાડી શકે છે. આ સાથે જ બ્લાઉઝનું ગળું એ પ્રકારનું બનાવડાવવું જેથી તમારા શરીરની ચરબી છુપાઇ શકે!

આ ઉપયોગી ટિપ્સને અપનાવીને તથા યોગ્ય ફેબ્રિક અને ડ્રેપિંગ દ્વારા તમે તમારી પર્સનાલિટીને ઓર નિખારી શકો છો અને અમુક અંશે સ્લિમટ્રિમ દેખાઇ શકો છો!


આ પણ વાંચો: લગ્નમાં સુંદર દુલ્હન લુક મેળવવા મોટી નહિં નાની ચમકીલી સ્ટોન નથણી પહેરો…સ્વર્ગની અપ્સરા જેવા લાગશો!

આ પણ વાંચો: સાધારણ કપડામાં પણ પહેરો એવી જ્વેલરી, રહેશે બધાની નજર તમારા પર

આ પણ વાંચો: ઉનાળામાં પહેરો સલવાર કમીઝ, રહો હંમેશા આરામદાયક વસ્ત્રોમાં