Not Set/ મહારાષ્ટ્ર/ સરકાર બનાવવા શિવસેના-એનસીપી વચ્ચે 50-50 ફોર્મ્યુલા લાગુ પડી શકે છે..!!

મહારાષ્ટ્રમાં સત્તાની રચનાને લઈને કોકડું હજુ પણ ગુચવાયેલું છે. ભાજપ-શિવસેનામાં સીએમ પદની સંયુક્ત વહેંચણી અંગે નારાજગી  હોવાને કરને શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. જ્યાં બીજી તરફ વિરોધી પાર્ટી NCP  સાથે  સગપણના તાર જોડતી નજરે ચઢી રહી છે. હાલ તો  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. પરંતુ શિવસેનાના સરકાર બનાવવાના પુરા પ્રયત્નો કરી રહીછે. પ્રાપ્ત […]

Top Stories India
download 21 મહારાષ્ટ્ર/ સરકાર બનાવવા શિવસેના-એનસીપી વચ્ચે 50-50 ફોર્મ્યુલા લાગુ પડી શકે છે..!!

મહારાષ્ટ્રમાં સત્તાની રચનાને લઈને કોકડું હજુ પણ ગુચવાયેલું છે. ભાજપ-શિવસેનામાં સીએમ પદની સંયુક્ત વહેંચણી અંગે નારાજગી  હોવાને કરને શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. જ્યાં બીજી તરફ વિરોધી પાર્ટી NCP  સાથે  સગપણના તાર જોડતી નજરે ચઢી રહી છે. હાલ તો  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. પરંતુ શિવસેનાના સરકાર બનાવવાના પુરા પ્રયત્નો કરી રહીછે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવા સગપણના તારમાં  મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પહેલા અઢી વર્ષ શિવસેના પાસે અને પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મળી શકે છે. નોંધનીય છે કે બીજેપી સીએમ પદની વહેંચણી કરવા ઈચ્છતી નહોતી. જ્યારે શિવસેનાનું કહેવું હતું કે ચૂંટણી પહેલા જ આના પર સહમતિ સાધવામાં આવી હતી. અને તેને લઈને જ બંને છુટા પડ્યા હતા.

અનેક દિવસથી કોશિશ કરી રહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આજે આગળ વધતા જોવા મળે છે. દિલ્હીમાં એનસીપી લીડર શરદ પવારના ઘરે થયેલી બેઠક પછી કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં એક સ્થિર સરકારની જરુર છે. તેમણે કહ્યું કે અમારી વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરુર છે. આ ઉપરાંત એનસીપી લીડર નવાબ મલિકે કહ્યું કે રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વગર સ્થિર સરકાર નથી બની શકતી. બન્ને નેતાઓના નિવેદનથી એવું માનવામાં આવે છે કે કોંગ્રેસે શિવસેના સાથે ગઠબંધનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા અંગે વાત થઈ હતી. રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરુર દર્શાવીને એ સંકેત જરુર આપ્યો છે કે હવે શિવસેના સાથે જવા પર પાર્ટી અસમંજસમાં નથી.

સંજય રાઉતે કહ્યું,’ટૂંક સમયમાં જ આપીશું સારા સમાચાર’ આ પહેલા સંજય રાઉતે શરદ પવારની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે કહ્યું કે આ મીટિંગમાં કોઈ જ સરપ્રાઈઝની વાત નહોતી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ સારા સમાચાર મળશે. એનસીપી ચીફ શરદ પવારે સંસદ સત્રમાંથી અલગ સમયમાં બપોરે નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. જે પછીથી એનસીપીનું વલણ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.