Rajkot/ ચમૌલી જળ પ્રલયમાં ગુજરાતના 50 યાત્રાળુઓ ફસાયા નથી, રાજકોટના પણ માત્ર 2 અને સુરક્ષિત : DPO પ્રિયાંક સિંઘ

ચમૌલી જિલ્લા નજીક જોશીમઠ ખાતે વહેતી ધોળીગંગામાં બરફનો પહાડ પીગળ્યો છે, જેને કારણે ધોળીગંગામાં અને તેની આગળ ઋષિગંગા નામે ઓળખાતી નદીમાં મોટું પૂર આવ્યું છે. સૂત્રો કહે છે કે,

Top Stories
1

ચમૌલી જિલ્લા નજીક જોશીમઠ ખાતે વહેતી ધોળીગંગામાં બરફનો પહાડ પીગળ્યો છે, જેને કારણે ધોળીગંગામાં અને તેની આગળ ઋષિગંગા નામે ઓળખાતી નદીમાં મોટું પૂર આવ્યું છે. સૂત્રો કહે છે કે, નદીકાંઠે વસતાં લોકો આ પૂરથી અસર થયાના સમાચાર છે, પરંતુ મોટા સમાચાર એ છે કે, ઋષિગંગા ખાતે એનટીપીસીનો હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પૂરના પાણી ફરી વળતાં ત્યાં કામ કરતાં 150 જેટલા કામદારોને મોટાપાયે અસર થઈ છે, અલબત્ત, આમાં એકપણ ગુજરાતી મજૂરો નથી.આ ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલી તબાહીમાં રાજકોટના 50 પ્રવાસીઓ ફસાયા હોવાનો વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો છે. માત્ર બે પ્રવાસીઓ જ રાજકોટના છે. જેઓ હાલ સુરક્ષિત હોવાનું ડીપીઓ પ્રિયાંક સિંઘે જણાવ્યું હતું.

Rajkot / કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી લડી રહી છે,ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મનીષ સીસોદીયા

ગુજરાતના યાત્રાળુઓ ત્યાં ફસાયા હોય કે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવી કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી, આમ છતાં રાજ્યનું વહીવટી તંત્ર ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં જોશીમઠનું સ્થળ એ કેન્દ્રમાં છે અને યાત્રાળુઓ અહીંથી જ બદરીનાથ કેદારનાથ જતાં હોય છે અને આ દુર્ઘટના પણ જોશીમઠ નજીક બનેલી હોઈ ગુજરાત સરકાર ત્યાંના ઘટનાક્રમ ઉપર સતત નજર નાખી રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં કેદારનાથ ખાતે પ્રલયકારી પૂર આવેલું ત્યારે પણ ગુજરાત સરકારે જોશીમઠ ખાતે રેસ્ક્યૂ સેન્ટર ઊભું કર્યું હતું.

PM Modi / મમતાજી બંગાળના લોકો માટે નિર્મમતા, TMC સામે વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે ઉત્તરાખંડમાં ચમૌલી તપોવન ખાતે થયેલી દુર્ઘટનાના સમાચાર મળતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને જો કોઈ ગુજરાતના યાત્રિકો દુર્ઘટનામાં ફસાયા હોય તો તેમને તત્કાળ મદદ-બચાવ-રાહત પહોંચાડવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને ઉત્તરાખંડ વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી બનતી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા જરૂરી સૂચના પણ આપી હતી.

1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે એક દિવસ માટે અમદાવાદમાં એમના ઘેર આવવાના હતા, પરંતુ ઉત્તરાખંડની દુર્ઘટનાને પગલે એમણે અમદાવાદ આવવાનું માંડી વાળ્યું હતું. એમણે ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની કુદરતી દુર્ઘટના સંદર્ભે એમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, ડીજી આઇટીબીપી અને ડીજી એનડીઆરએફ સાથે વાત કરી છે અને એનડીઆરએફની ટીમો પણ ઉત્તરાખંડ રવાના કરી છે.

1
2

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…