- પાટણમાં રાધનપુર સરકારી કચેરીઓમાં ગાયોનો ખડકલો
- નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરીમાં ગાયોનો ખડકલો
- ગૌ શાળા અને પાંજરાપોળની સહાય ન અપાતા રોષ
- સુરભી ગૌશાળા અને ખોડ ઠોર પાંજરાપોળની ગાયો છોડાઇ
- સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દેવામાં આવી
- બનાસકાંઠામાં ગૌશાળાના પશુઓને રોડ પર છોડાયા
- લાખણીના શેકરા ગામની ઘટના
- રોડ પર પશુઓને છોડાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
- આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી
ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક બાજુ સરકારી વિભાગના કર્મચારીઓ સરકરા સામે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકાર આ આંદોલનને સમાપ્ત કરવા મંથી રહી છે ત્યા બીજા અનેક પડકારો સામે આવી રહ્યા છે.બનાસકાંઠામાં ગૈાશાળાને સહાય ન ચૂકવાતા આ મામલે ગૌભકતો પણ સરકાર સામે રસ્તા પર ઉતરી ગયા છે. અને ગાયો સરકારી ઓફિસ અને રોડ પર છોડી રહ્યા છે જેનાથી સરકારની પારાવાર મુશ્કેલીમાં વધાીરો થયો છે. સરકાર દ્વારા ગાયો માટે ઘાસચારોના સહાય માટે 500 કરોડની જાહેર કરવામાં આવી હતી. જાહેર કરેલી સહાય મામલે ગૌભક્તો હવે સહાય ન ચૂકવાતા વિરોધ કરી રહ્યા છે. જાહેર કરેલી સહાય ચૂકવવા ગૌભક્તો સરકાર સામે વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. જો સત્વરે સહાય નહિ ચૂકવામાં આવે તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકોએ પશુઓને સરકારી કેચેરીમાં ગાયો છોડવાની આપી ચીમકી હતી. આજે સવારે બનાસકાંઠાના લાખણી ખાતે ગૌશાળાના સંચાલકોએ ગાયોને જાહેર રસ્તા પર છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ આપેલી ચેતવણી અનુસંધાનમાં આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગૌભક્તોએ ગાયોનો ખડકલો કર્યો છે. રાધનપુર ગૌભક્તોએ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં બાંધી વિરોધ કર્યો છે. ગાયોને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં બાંધવામાં આવી છે. સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહી આવે તો હજુ પણ જાહેર માર્ગો પર બનાસકાંઠાના 180 ગૌશાળાની ગાયો છોડવાની ગૌભક્તો આપી ચીમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીમકીને પગલે બનાસકાંઠાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકીના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દ્વરા ગૌભક્તોને રોકવા માટે અને પરિસ્થિતિને પહોચીને કાબૂમાં લેવા માટે બેરીકેટ લગાવવામાં આવ્યા છે. કારણ કે, ગૌભક્તો અને પાંજરાપોળનો લોકો 500 કરોડની સહાય મામલે પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે તેવી ચિમકી આપી રહ્યા છે.
