સુરતમાં મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરતા કેનાલ રોડ પર આવેલ પોલારિસ મોલની 500 દુકાનો સીલ કરાઈ. મનપા દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરના તમામ ઝોન અને વિસ્તારમાં ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને વિવિધ એકમોમાં ચકાસણી હાથ ધરાઈ છે. સપ્તાહના આરંભે પાલિકા દ્વારા એકમો પર શરૂ કરાયેલ ચકાસણીની ઝુંબેશમાં અનેક લોકો પર તવાઈ આવી છે. અગ્નિકાંડને પગલે પ્રશાસન દ્વારા ફાયર સેફ્ટી પર કડક ચેકિંગ કરાતા ફાયરના સાધનો લેવા પડાપડી થઈ રહી છે.
અગાઉ મનપા દ્વારા વરાછા ઝોન-એ અને બી સહિત કતારગામ, રાંદેર, ઉધના ઝોન-એ અને બી તથા સેન્ટ્રલ ઝોનમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટ્સ, ગોડાઉનો, ઓફિસો, દુકાનો અને ટ્યુસન ક્લાસીસ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા અને NOCને લઈને કડક કાર્યવાહી થતા એકમોના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયરના સાધનો અને એનઓસીના હોવાથી દુકાનો સિલ કરાતા ફાયર સેફટી ના સાધન લેવા માલિકોએ દોટ મૂકી છે. એજન્સી દ્વારા એક્સટીન્ગ્યુસર નું ધૂમ વહેંચાણ થઈ રહ્યું છે.
વ્યાવસાયિક એકમો હોય કે પછી શૈક્ષણિક એકમો કે પછી સુપર મોલની દુકાનોના માલિકો એનઓસી અને ફાયર સેફ્ટીને લઈને વધુ ગંભીર બન્યા છે. ફાયર સેફ્ટી ના હોવાથી એકમો સિલ કરતા તાત્કાલિક એક્સટિંગયુશર લગાવવામાં આવી રહ્યા છે. ફાયરની કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવી છે. મોડે મોડે પણ લોકો સેફટી ના સાધન લેતા થયા છે.
આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી
આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી
