bhopal news/ ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી

MP News : આ મામલો રાજ્યની ભોપાલના રતિબાદ પોલીસ સ્ટેશનની હદમાં મેન્ડોરી-કુશલપુર રોડ પાસે ત્યજી દેવાયેલી કારનો છે. પોલીસે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૈસા કબજે કર્યા અને મામલાની તપાસ કરી રહી છે.

India Trending

MP News :  મધ્યપ્રદેશ (Madhya Pradesh) પોલીસ અને આવકવેરા અધિકારીઓએ ગુરુવારે મોડી રાત્રે મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની રાજધાની ભોપાલ(Bhopal)માં એક ત્યજી દેવાયેલી કારમાંથી રૂ. 40 કરોડથી વધુની કિંમતનું 52 કિલો સોનું અને રૂ. 9.86 કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ મામલો મધ્યપ્રદેશની રાજધાનીના રતિબાદ પોલીસ સ્ટેશનની હદમાં મેન્ડોરી-કુશલપુર રોડ પાસે ત્યજી દેવાયેલી કારનો છે. પોલીસે જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૈસા કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP, ભોપાલ(Bhopal) Zone-1) પ્રિયંકા શુક્લા(Priyanka Shukla)એ મીડિયાને જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે અમને માહિતી મળી હતી કે રતિબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેંદોરી-કુશલપુર રોડ પાસે એક ત્યજી દેવાયેલી કાર પાર્ક કરવામાં આવી છે. આના પર કાર્યવાહી કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કારની અંદર લગભગ 7-8 બેગ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં IT અને અન્ય વિભાગો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતાં કોઈએ પોતાનો સામાન ત્યાં છોડી દીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

બાદમાં પોલીસે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરી, ત્યારબાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કારનો કાચ તોડી કારની અંદર રાખેલી બેગ બહાર કાઢી. અધિકારીએ ઘટના વિશે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી લગભગ 40 કરોડ રૂપિયાની કિંમતનું 52 કિલો સોનું અને લગભગ 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.

એક પોલીસ અધિકારીએ શુક્રવારે (20 ડિસેમ્બર) કહ્યું કે આવકવેરા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કાર નંબર પ્લેટ એમપી 07 (ગ્વાલિયર આરટીઓ) ધરાવતી હતી, જે ચેતન સિંહ(Chetan Sinh)ના નામે નોંધાયેલ છે, જે મૂળ ગ્વાલિયરના રહેવાસી છે અને હાલમાં ભોપાલ(Bhopal)માં રહે છે. મામલાની આગળની તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યપ્રદેશના ભોપાલની દર્દનાક ઘટના, નિવૃત્ત ડીજીપીના પુત્રની આત્મહત્યા

આ પણ વાંચો: અયોધ્યા, ભોપાલ સહિત આ શહેરોમાં નહીં જોવા મળે ભિખારી

આ પણ વાંચો: ભોપાલના મંત્રાલયમાં ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ