Not Set/ ફળ અને શાકભાજીનાં બજારમાં 6 બાઇક સવારોએ અંધાધૂધ ગોળીબાર કર્યો, Video

કોરોનાકાળમાં લોકોએ મોતને ઘણી નજીકથી જોઇ છે. આ દરમ્યાન ઘણા લોકોએ મોતને માત પણ આપી છે.

India
1 454 ફળ અને શાકભાજીનાં બજારમાં 6 બાઇક સવારોએ અંધાધૂધ ગોળીબાર કર્યો, Video

કોરોનાકાળમાં લોકોએ મોતને ઘણી નજીકથી જોઇ છે. આ દરમ્યાન ઘણા લોકોએ મોતને માત પણ આપી છે. જે સમજી શકે છે કે જીવનનું શું મૂલ્ય છે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે જેઓ શાંતિ નહી પણ ક્રાઈમનો હાથ પકડી ગુનો કરી રહ્યા છે. તાજેતરમાં રાજસ્થાનનાં કોટામાંથી ક્રાઈમની એક ઘટના સામે આવી છે.

શું તમારા કાનમાં સીટી વાગે છે ? / કોરોના બાદ હવે નવી મુશ્કેલીને નોતરૂ, ઝડપથી વધી રહ્યો છે..બહેરા થવાનો ખતરો

આપને જણાવી દઇએ કે, આજકાલ ગોળીઓ ચલાવનારા બદમાશોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આવી સ્થિતિમાં રાજસ્થાન કોટામાં સ્થિત ગુમાનપુરમાં એક મોટી ઘટના બની છે. જણાવી દઇએ કે, એક ફળ અને શાકભાજીનાં બજારમાં 6 બાઇક સવારોએ એક દુકાનમાં ફાયરિંગ કર્યુ હતુ. જે સમયે દુકાનનો માલિક ત્યા જ હાજર હતો. અહી સારી વાત એ છે કે દુકાનનાં માલિકને કંઇ જ થયું નથી. અહી લોકોની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું છે કે અચાનક 6 બાઇક સવારો આવ્યા હતા અને થોડો સમય તેઓ ત્યાં રોકાયેલા રહ્યા હતા, તે બધા જુદા જુદા સ્થળોએ ઉભા હતા અને પછી અચાનક જ તેઓએ શાકમાર્કેટની એક દુકાન પર ગોળીબાર શરૂ કરી દીધુ હતુ. જણાવી દઇએ કે, આ ઘટના કોટાનાં ગુમાનપુર ગામની છે.

રાજકારણ / કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસને NCP અને શિવસેના કરતા નબળી ગણાવી

આવી સ્થિતિમાં પોલીસનું કહેવું છે કે, “સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને આરોપીઓને પકડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” જણાવી દઇએ કે, એએનઆઈએ આ વિશે ટ્વિટ કરતા વીડિયો શેર કર્યો છે.

majboor str 16 ફળ અને શાકભાજીનાં બજારમાં 6 બાઇક સવારોએ અંધાધૂધ ગોળીબાર કર્યો, Video