દેશ રાજધાની દિલ્લીમાં લૂંટની ઘટનાનો સીલસીલો યથાવત છે. રાજધાની દિલ્લીમાં બાઈક પર આવેલા 6 લૂંટારાઓએ પેટ્રોલ પર લૂંટને અંજામ આપ્યો. લૂંટની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
લૂંટની આખી ઘટના રાજધાનીના મુંડકા ક્ષેત્રના ઘેવરા વિસ્તારની છે. જ્યાં હેલમેટ પહેરેલા 6 લોકોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કરી દીધો. જે બાદ આ લૂંટારાઓએ લૂંટની આખી ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં લૂંટારાઓએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યુ.
આ લૂંટારાઓએ પેટ્રોલ પંપો પર કામ કરતા કર્મચારીઓ પાસેથી 10-12 હજાર રૂપિયા પણ લૂંટી લીધા.સાથે જ બંદુકથી ઘા મારી પેટ્રોલપંપના કર્મચારીને ઘાયલ પણ કર્યો હતો. ત્યારે આ આખી ઘટના પેટ્રોલપંપના CCTVમાં કેદ થઈ ગઈ છે. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
#WATCH | Delhi: On Tuesday late at night, around six masked miscreants on two bikes injured and looted a petrol pump employee in Ghevra under the Mundka police station area. The miscreants also fired two rounds of bullets.
(Source: Viral, confirmed by the Police) pic.twitter.com/87wv4XCnNq— ANI (@ANI) October 12, 2023
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં તો લૂંટારા બાઈક સાથે પેટ્રોલપંપ પર આવીને પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે.જે બાદ પેટ્રોલ પંપનો કર્મચારી પેટ્રોલ ભરે છે તે જ સમયે એક વ્યક્તિ કર્મચારીની પાછળ બંદુક તાણીને ઉભો રહી જાય છે. જે બાદ લૂંટ કરવા માટે બંદુકથી કર્મચારી પર હુમલો કરી દે છે. અંતે તેઓ કર્મચારી પાસે રહેલા બધા જ પૈસા છૂંટવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. એટલું જ નહીં ભાગતા સમયે લૂંટારા 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરે છે.
જે બાદ લૂંટારાઓને રોકવા માટે કર્મચારી પ્રયત્ન કરે છે, પરંતુ તે લૂંટારાઓને રોકવામાં સફળ નથી થતો અને લૂંટારા ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.વાયરલ થયેલા આ વીડિયો પરથી તો એજ સ્પષ્ટ થાય છે કે બેફામ બનેલા લૂંટારાઓને હવે દિલ્લી પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. આ ઘટનાની જાણકારી પોલીસને કરાતા પોલીસે ગુનો નોંધ્યો છે અને CCTVના આધારે લૂંટારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
