Viral Video/ જીવલેણ બની શકે છે ચોમાસું, જુઓ કેવી રીતે બૂટમાંથી નીકળ્યો કોબ્રા સાપ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બૂટમાંથી સાપ નીકળતો જોવા મળી રહ્યો છે, જો સમયસર બૂટમાં સાપને ન જોયો હોત તો બૂટ પહેરનાર વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.

Videos
કોબ્રા સાપ

જ્યારે વરસાદની ઋતુ કાળઝાળ ગરમીમાંથી રાહત આપે છે ત્યારે આ ઋતુમાં સાપ, વીંછી જેવા ઝેરીલા પ્રાણીઓ પણ જંગલોમાંથી બહાર આવે છે અને તેના બીલમાંથી પણ બહાર આવે છે, તેથી આપણે વધુ સાવચેતી રાખવી જોઈએ. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બૂટમાંથી કોબ્રા સાપ નીકળતો જોવા મળી રહ્યો છે, જો સમયસર બૂટમાં સાપને ન જોયો હોત તો બૂટ પહેરનાર વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.

વાયરલ વીડિયોમાં એક મહિલા શૂ રેકની ઉપરથી કોબ્રા સાપને બહાર કાઢતી જોવા મળી રહી છે. વીડિયોમાં ટ્રેન્ડ મહિલા બૂટની અંદર સ્નેક કેચર સ્ટીક મૂકે છે જેમાં કોબ્રા સાપ બેઠો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે પોતાની ફેણ ફેલાવે છે અને મહિલાની નજર સામે જ સિસકારો કરવા લાગે છે. તે મહિલા પર પણ હુમલો કરે છે.

જણાવી દઈએ કે આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કર્યો છે. તેણે ટ્વિટ કર્યું કે ચોમાસામાં (સાપ) ગમે ત્યાં જોવા મળે છે. સાવચેત રહો… પ્રશિક્ષિત કર્મચારીઓની મદદ લો.”

આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીએ ‘કાલી’ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈની ઉડાવી મજાક, કહ્યું- કોઈને આવા પાગલને…

આ પણ વાંચો:કોમેડિયન ભારતી સિંહે બતાવ્યો દીકરા લક્ષનો ચહેરો, જોઇને કહો કોના જેવો લાગે છે…..

આ પણ વાંચો:UP-દિલ્હી બાદ હવે હરિદ્વારમાં પણ ‘કાલી’ ફિલ્મના નિર્દેશક વિરુદ્ધ નોંધાઈ FIR