Gujarat News/ ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને IPSમાં પ્રમોશન, નાસીરનગર ડિમોલિશન કેસમાં ચર્ચામાં રહેલા DCP રાજદીપસિંહ નકુમ પણ યાદીમાં

કેન્દ્ર સરકારે ગુજરાત પોલીસ સેવાના 6 અધિકારીઓને IPSમાં પ્રમોશન ( Gujarat IPS Promotion) આપ્યું છે. યાદીમાં સુરતના DCP રાજદીપસિંહ નકુમ પણ સામેલ છે, જેઓ નાસીરનગર ડિમોલિશન કેસને લઈને ચર્ચામાં રહ્યા હતા.

Top Stories Gujarat Surat Breaking News
Gujarat IPS Promotion:નાસીરનગર કેસ બાદ DCP રાજદીપસિંહ નકુમને IPS પ્રમોશન

Gujarat News: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન (Gujarat IPS Promotion) આપવાની જાહેરાત કરી છે. આ યાદીમાં સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના DCP રાજદીપસિંહ નકુમ (Rajdeepsinh Nakum)નું નામ પણ સામેલ છે. તેમના નામને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેઓ તાજેતરમાં સુરતના નાસીરનગર ડિમોલિશન કેસને લઈને ચર્ચામાં રહ્યા હતા.

હાઈકોર્ટની સુનાવણી બાદ Gujarat IPS Promotion

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં નાસીરનગર ડિમોલિશન કેસની સુનાવણી દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોર્ટે ડિમોલિશન દરમિયાન પોલીસની હાજરી, ફરિયાદની કાર્યવાહી અને સમગ્ર પ્રક્રિયા અંગે રાજ્ય સરકાર તથા સંબંધિત અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ સુનાવણી બાદ થોડા જ દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી Select List-2026માં DCP રાજદીપસિંહ નકુમ (Rajdeepsinh Nakum) સહિત છ અધિકારીઓને IPS કેડરમાં પ્રમોશન (Gujarat IPS Promotion) આપવામાં આવ્યું છે.

IPSમાં પ્રમોશન મેળવનારા અધિકારીઓ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નીચેના અધિકારીઓને IPSમાં પ્રમોશન (Gujarat IPS Promotion) આપવામાં આવ્યું છે:

રાજદીપસિંહ નકુમ – DCP, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સુરત

ભરતકુમાર રાઠોડ – DCP, ઝોન-2, અમદાવાદ શહેર

રાકેશ દેસાઈ – DCP, ઝોન-2, રાજકોટ શહેર

કલ્પેશ ચાવડા – SRP ગ્રુપ, ગોંડલ

પ્રફુલ વાણીયા

રાજેશકુમાર પરમાર

નાસીરનગર કેસમાં શું થયું હતું?

નાસીરનગર ડિમોલિશન કેસમાં અરજદારોનો આક્ષેપ છે કે યોગ્ય નોટિસ અને કાયદેસરની પ્રક્રિયા વિના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ મામલો હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે.સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ અને સુરત મહાનગરપાલિકાની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે કેસમાં હજુ અંતિમ નિર્ણય આવ્યો નથી અને તપાસ તથા કોર્ટની કાર્યવાહી ચાલુ છે.

પ્રમોશન પર ચર્ચા

DCP રાજદીપસિંહ નકુમ (Rajdeepsinh Nakum)નું નામ નાસીરનગર કેસની સુનાવણી દરમિયાન ચર્ચામાં આવ્યા બાદ તેમને મળેલા IPS પ્રમોશનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે પ્રમોશન (Gujarat IPS Promotion) કેન્દ્ર સરકારની નિયમિત પસંદગી પ્રક્રિયા હેઠળ જાહેર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.


આ પણ વાંચો:ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતને SPGમાં ADG તરીકે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં 23 IPS અને 26 IAS અધિકારીઓના પ્રમોશન, રાજકોટ અગ્નિકાંડઃ અમિત અરોરાનું પણ પ્રમોશન

આ પણ વાંચો:IPS સહિતના અધિકારીઓની બદલી,પ્રમોશન અટકવાનું કારણ શું