મહારાષ્ટ્માં ચાલી રહેલા કોરોનાના સંકટથી સાૈ કોઇ વાકેફ છે. ધીમે-ધીમે પરિસ્થિતી વધારે વણસી રહી છે. લોકડાઉન પછી પણ કોરોના સંક્રમણમાં કોઇ જ સુધારો નથી આવી રહ્યો. છેલ્લા 24 કલાકમાં નવા કોરોના 68631 કેસ નોંધાયા છે. રાજ્યમાં પ્રથમ વાર 500 થી વધુ લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમણ વિશ્લેષછેલ્લા 24 કલાકમાં દર ત્રણ માનીટે એક વ્યક્તિનું મોત નિપજે છે. અને દર મીનીટે 2859 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવે છે.
મુબઇ શહેરમાં કોરોના સંક્રમણમાં 8468 કેસો નોધાયા છે. અને 53 લોકોના મોત નિપજ્યા છે. મુંબઇમાં કુલ સંક્રમીતની સંખ્યા 5,79,486 થઇ ગઇ છે. જ્યારે મૃત્યુનો કુલ આંકડો 12354 પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રે કોરોનાની નવી ગાઇડલાઇન વધારે કડક કરી છે. રાજ્યમાં 144ની કલમ પણ લાગુ કરવામાં આવી છે. એ છતા પણ કોરોનાની સુનામી રાજ્યમાં જોવાઇ રહી છે.
