પેરિસ
પેરિસમાં બે બ્રિટીશ પર્યટક સહિત સાત લોકો પર ઘાતક ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી એએફપીએની જાણકારી મુજબ હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ મૂળ અફગાનનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાત ઘાયલ લોકોમાંથી ૪ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે.
Seven wounded including two UK tourists in Paris knife attack, reports AFP quoting police
— ANI (@ANI) September 9, 2018
હુમલો કરનારે રસ્તા પર ચાલતા લોકોને પોતાનો નિશાનો બનાવ્યો હતો આથી આ હુમલાને આતંકી હુમલા તરીકે જોવામાં નથી આવતો. આ ઘટના પેરિસના પૂર્વ ભાગમાં એક નહેરના કિનારે આશરે ૧૧ વાગ્યે બની હતી.
ઘટનાસ્થળે ઉપસ્થિત એક બોડીગાર્ડે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ પ્રથમ તેનો વિરોધ કર્યો હતો તે લોકો પર હુમલો કર્યો. આ માણસના હાથમાં લોખંડનો સળીયો હતો. આ સળીયો તેણે તેનો વિરોધ કરનારા લોકો પર ફેંક્યો અને ત્યારબાદ ચપ્પુ નીકાળ્યું હતું. પોલીસે હુમલાવર હત્યાના પ્રયાસ કરવા બદલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
