National/ રસીકરણના આઠ મહિના બાદ એન્ટીબોડીમાં 84 ટકા સુધીનો ઘટાડો,. નિષ્ણાંતોએ કરી બુસ્ટર ડોઝની ભલામણ

મોટી વાત એ સામે આવી કે એન્ટીબોડીના કુલ સ્તરમાં લગભગ 84 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. એન્ટીબોડીના સ્તરમાં ઘટાડો એ વાત કહી રહ્યો છે કે સમયની સાથે રસીની અસર પણ ઓછી થતી જાય છે

India
Untitled 81 10 રસીકરણના આઠ મહિના બાદ એન્ટીબોડીમાં 84 ટકા સુધીનો ઘટાડો,. નિષ્ણાંતોએ કરી બુસ્ટર ડોઝની ભલામણ

સીકરણ બાદ એન્ટીબોડીનું સ્તર માપવા માટે છેલ્લા આઠ મહિનાથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.. રસીકરણના આઠ મહિના બાદ 84 ટકા સુધી એન્ટીબોડી ઓછી થઇ ગઇ હોવાનું એક સર્વમાં સામે આવ્યું છે.. જેથી હવે કોરોના સામે લડવા માટે વિશેષજ્ઞોએ બુસ્ટર ડોઝની ભલામણ કરી છે.

રસીકરણ બાદ લોકોમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપતી એન્ટીબોડી તો બની , પરંતુ સમયની સાથે તેની અસર ઓછી થતી જઇ રહી છે. લોકોમાં રસીકરણના આઠ મહિના પછી એન્ટીબોડીનું સ્તર 84 ટકા સુધી ઓછું થઇ ગયુ છે. કેજીએમયૂ બ્લડ ટ્રાંસફ્યૂઝન મેડિસિન વિભાગના સર્વેમાં આ વાતની પુષ્ટિ થઇ છે. તેને જોતા નિષ્ણાંતોએ રસીના બુસ્ટર ડોઝની ભલામણ કરી છે. રસીકરણ બાદ એન્ટીબોડીનું સ્તર માપવા માટે છેલ્લાઆઠ મહિનાથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સર્વેમાં પાંચસો લોકોને શામેલ કરાયા હતા. અને આ 500 લોકોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.

આ  પણ  વાંચો:Covid-19 / કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી

પહેલા ગ્રુપમાં પાંચ મહિના પહેલા રસીના બન્ને ડોઝ લઇ ચૂકેલા બસ્સો લોકોને શામેલ કરાયા હતા.. તેમાં જોવા મળ્યું કે તમામમાં એન્ટીબોડી તો છે, પરંતુ તેનું સ્તર 42 ટકા સુધી ઘટી ચૂક્યું છે.. બીજા ગ્રુપમાં એ બસ્સો લોકોને રાખવામાં આવ્યા જેમણે બન્ને ડોઝ સાત મહિના પહેલા લીધા હતા. તેમાં સામે આવ્યું કે 12.5 ટકા લોકોમાં એન્ટીબોડીનું સ્તર શુન્ય પર પહોંચી ચૂક્યું હતું. બાકીના એક સો લોકોના સમુહમાં આઠ માસ પહેલા રસીનો ડોઝ લઇ ચૂકેલા લોકોને શામેલ કરાયા હતા.. તેમની તપાસમાં સામે આવ્યું કે 25 ટકા લોકોમાં એન્ટીબોડીનું સ્તર નેગેટિવ કે પછી શૂન્ય સુધી પહોંચી ચૂક્યું હતું.

મોટી વાત એ સામે આવી કે એન્ટીબોડીના કુલ સ્તરમાં લગભગ 84 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. એન્ટીબોડીના સ્તરમાં ઘટાડો એ વાત કહી રહ્યો છે કે સમયની સાથે રસીની અસર પણ ઓછી થતી જાય છે. માટે બુસ્ટર ડોઝની જરૂરીયાત છે. બુસ્ટર ડોઝ લઇને ઘટેલી એન્ટીબોડીને ફરીએકવાર વધારી શકાય છે.

આ  પણ  વાંચો:કોંગ્રેસ સ્થાપના દિવસ / સોનિયા ગાંધી લહેરાવવા ગયા પાર્ટીનો Flag, પણ થયુ કઇંક આવુ, Video