નવી દિલ્હી
ભારતમાં લોકશાહીમાં અનેક સમસ્યાઓ હોવા છતાં આજે પણ ૮૫ ટકા લોકોને લોકશાહી વ્યવસ્થા પર જ વિશ્વાસ છે. તેમને ચુંટેલી સરકાર પર જ વિશ્વાસ છે પરંતુ એક ચોંકાવનારી વાત એ છે કે, મોટી સંખ્યામાં ભારતીયો સૈન્ય શાસન અને સમુખત્યારશાહીનુ પણ સમર્થન કરે છે.
એક સર્વેક્ષણમાં આ વાતો સામે આવી છે. પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરાયેલ સર્વેમાં સામે આવ્યુ છે કે, મજબુત લોકતાંત્રિક મુલ્યોના સમર્થક હોવા છતાં ૫૫ ટકા લોકો કોઈને કોઈ રીતે સમુખત્યારશાહી શાસક ઈચ્છે છે. જ્યારે ૨૭ ટકા લોકો મજબુત નેતા ઈચ્છે છે.
આ સર્વેમાં ભારતના અર્થવ્યવસ્થાનો રીપોર્ટ પણ તૈયાર કરાયો છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે, ૨૦૧૨થી ભારતનુ અર્થતંત્ર ૬.૯ ટકાના દરથી આગળ વધી રહ્યુ છે અને ૮૫ ટકા લોકોને પોતે ચુંટેલી સરકાર પર વિશ્વાસ છે. સર્વે મુજબ, વૈશ્વિક સ્તર પર ૨૬ ટકા લોકો એવુ ઈચ્છે છે કે, વર્તમાન વ્યવસ્થા તેમના માટે યોગ્ય છે. સર્વેમાં જાડાયેલ ૭૧ ટકા લોકોનુ કહેવુ છે કે, શાસન વ્યવસ્થામાં સુધારાની આવશ્યક્તા છે. ખાસ કરીને એશિયા પ્રશાંત વિસ્તારના દેશોમાં લોકો શાસન વ્યવસ્થામાં મોટાપાયે પરિવર્તન ઈચ્છે છે. એશિયા પેસિફિકમાં લોકો નિષ્ણાંત અને મજબુત નેતાનુ શાસન ઈચ્છે છે. જેમાં વિયેતનામમાં ૬૭ ટકા, ભારતમાં ૬૫ ટકા અને ફિલીપાઈન્સમાં ૬૨ ટકા લોકો મજબુત નેતાનુ શાસન ઈચ્છે છે. સર્વેમાં જણાવાયુ છે કે ભારતમાં ૫૩ ટકા લોકો અને દક્ષિણ આફ્રિકામાં ૫૨ ટકા લોકો પોતાના દેશ માટે સૈન્ય શાસનને ઉત્તમ માને છે.
