Not Set/ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે અમેરિકાએ કર્યો ડ્રોનથી હુમલો, 20ના મોત

ઈસ્લામાબાદ, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના તણાવ સતત વધી રહ્યા છે. ત્યારે અમેરિકાએ હવે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો સામે પોતાનુ વલણ કડક કર્યુ છે. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સાથે જોડાયેલ સરહદ પર અમેરિકન સુરક્ષાદળોએ હુક્કાની નેટવર્કના આતંકીઓને ટાર્ગેટ બનાવી ડ્રોન હુમલા કર્યા હતા. આ ઉપરાંત ચાર મિસાઈલ પણ છોડી હતી. આ મિસાઈલ અફઘાન-પાક બોર્ડર પર એક ઘરને નિશાન […]

World

ઈસ્લામાબાદ,

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના તણાવ સતત વધી રહ્યા છે. ત્યારે અમેરિકાએ હવે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો સામે પોતાનુ વલણ કડક કર્યુ છે. પાકિસ્તાનની અફઘાનિસ્તાન સાથે જોડાયેલ સરહદ પર અમેરિકન સુરક્ષાદળોએ હુક્કાની નેટવર્કના આતંકીઓને ટાર્ગેટ બનાવી ડ્રોન હુમલા કર્યા હતા. આ ઉપરાંત ચાર મિસાઈલ પણ છોડી હતી. આ મિસાઈલ અફઘાન-પાક બોર્ડર પર એક ઘરને નિશાન બનાવી છોડવામાં આવી હતી.

ગુપ્તચર અહેવાલ હતા કે આ ઘરમાં આતંકીઓ છુપાયેલા છે. અમેરિકાના આ હુમલામાં 20થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. કાર્યવાહીના લોકેશનને લઈને થોડી અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

પહેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યુ હતું કે, જે સ્થળોને નિશાન બનાવાયા છે તે અફઘાનિસ્તાનમાં આવેલા છે જાકે ત્યારબાદ એવુ સામે આવ્યુ હતું કે આ તમામ સ્થળો પાકિસ્તાનની સરહદમાં આવે છે. મહત્વનુ છે કે અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થાપના માટે અમેરિકન સુરક્ષાદળો દ્વારા અશાંત પાકિસ્તાન બોર્ડર વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે લગભગ ૨૪૦૦ કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. આ સરહદમાં મોટાભાગનો વિસ્તાર ખુલ્લો પડ્યો છે. જેથી આતંકવાદીઓ સરળતાથી એકબીજાના દેશમાં ઘુસણખોરી કરી શકે છે.