Bhavanagar News:ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ (Sports Festival)સ્પર્ધાનો કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ (Sports Festival) સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ થકી આજે શહેર, જિલ્લા અને અંતરિયાળ વિસ્તારના યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે.

૧.૭૮લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવીને રમતક્ષેત્રે અભૂતપૂર્વ રસ દાખવ્યો છે.તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં. દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી કુશળતા, કૌવતને બહાર લાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ ખુબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, વિવિધ રમતો થકી દરેક ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો પ્રારંભ
સાંસદ ખેલ મહોત્સવ (Sports Festival)સ્પર્ધા દરમિયાન કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા અને મેયર ભરત બારડે ભૂલાતી જતી નારગેલ જેવી રમતો રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.

આ સ્પર્ધામાં જિલ્લાભરના ૨૫૦૦ થી વધુ મહિલા રમતવીરોએ તેમજ ૩૦૦ થી વધુ ભાઈઓએ વિવિધ રમતોમાં સહભાગી થયાં હતાં.કોથળા દોડ, સંગીત ખુરશી, નારગેલ, ગોળ ફેંક જેવી રમતો રમાડવામાં આવી હતી.

સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું
આ કાર્યક્રમમાં મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, આગેવાન ભરત મેર, રોહિત બગદરીયા, મુકેશભાઈ ડાભી, કિશોરભાઈ, જીગરભાઈ, પ્રકાશભાઈ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે
આ પણ વાંચો: રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત વધુ 170 આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
