Surat News/ RTO ચલણની ફેક લિંકે વેપારીને કંગાળ બનાવ્યો, એકાઉન્ટમાંથી રૂ. 4.48 લાખ ગાયબ

સુરતના સચિન વિસ્તારમાં RTO ચલણની ફેક લિંક ડાઉનલોડ કરતાં વેપારીનો મોબાઈલ હેક થયો. એક જ દિવસમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી રૂ. 4.48 લાખ ઉપાડી લેવાયા. સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાઈ.

Gujarat Surat Trending
RTO

Surat Fake RTO Link Scam : સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. RTO ચલણ ભરવાની લિંક ડાઉનલોડ કરવી વેપારીને ભારે પડી છે. ફેક લિંક પર ક્લિક કરતાં જ વેપારીનો મોબાઈલ હેક થયો અને એક દિવસમાં જ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેના બેંક એકાઉન્ટમાંથી રૂ. 4.48 લાખ ઉપાડી લેવાયા.

વેપારી સાથે સાયબર ફ્રોડ

મળતી માહિતી મુજબ, વેપારીના મોબાઈલ પર RTO ચલણ સંબંધિત મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપવામાં આવેલી લિંકને સાચી માનતા વેપારીએ તે ડાઉનલોડ કરી હતી. લિંક ઓપન થતાં જ મોબાઈલમાં મેલવેર પ્રવેશી ગયો હતો, જેના કારણે ફ્રોડસ્ટર્સને મોબાઈલ અને બેંક ડિટેલ્સ પર કંટ્રોલ મળી ગયો.

RTO

RTO ચલણની ફેક લિંકથી ખાતું ખાલી

આ પછી ફ્રોડ કરનારાઓએ વેપારીના બેંક એકાઉન્ટમાંથી એક જ દિવસમાં અનેક વખત ટ્રાન્ઝેક્શન કરી મોટી રકમ ઉપાડી લીધી હતી. જ્યારે વેપારીને એકાઉન્ટમાંથી પૈસા કપાતાની જાણ થઈ, ત્યારે સુધીમાં રૂ. 4.48 લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી.

સાયબર ક્રાઈમ સેલ પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

ઘટનાની જાણ થતા વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરી મોબાઈલ હેકિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે તપાસ શરૂ કરી છે.

સાયબર નિષ્ણાતો દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવતી હોય છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવી, RTO કે અન્ય સરકારી વિભાગના નામે આવતા મેસેજની સત્તાવાર વેબસાઇટ પરથી જ ચકાસણી કરવી અને બેંક સંબંધિત માહિતી ક્યારેય શેર ન કરવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા સાયબર ક્રાઈમ ગેંગના બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો :દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ

આ પણ વાંચો :ગુજરાતમાં સાયબર ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી… પીડિતોને 5.51 કરોડ રૂપિયા પરત