Entertainment News : વર્ષ 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. નવા વર્ષ ૨૦૨૬ના સ્વાગત માટે આપણે સૌ તૈયાર છીએ, પરંતુ જતા-જતા આ વર્ષે આપણને જે હસાવ્યા છે તેને કેવી રીતે ભૂલી શકાય? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાના ‘મીમ્સ’ (Memes) વિશે.
આજના ડિજિટલ યુગમાં કોઈપણ ઘટના બને એટલે તરત જ તેનું મીમ (Memes )બની જાય છે. આખા વર્ષ દરમિયાન સેંકડો વિડીયો અને ફોટા વાયરલ થયા, પણ તેમાંથી અમુક એવા હતા જેણે ઈન્ટરનેટ પર કબજો જમાવી લીધો હતો. જો તમે આખા વર્ષના ટ્રેન્ડ ચૂકી ગયા હો, તો ચિંતા કરશો નહીં. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમને માત્ર થોડી સેકન્ડોમાં આખા વર્ષની સફર કરાવી દેશે.
વાયરલ વિડીયોમાં શું છે ખાસ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં જાન્યુઆરી ૨૦૨૫થી લઈને ડિસેમ્બર ૨૦૨૫ સુધીના દરેક મહિનાના સૌથી લોકપ્રિય મીમ્સનું કલેક્શન છે. આ વિડીયો જાણે કે વર્ષ 2025નું ‘રીકેપ’ (Recap) છે.
આ વિડીયો જોતી વખતે તમને ચોક્કસ એવું થશે કે “અરે! આ તો મને યાદ છે” અથવા “આ તો મેં પણ શેર કર્યું હતું.” આ ક્લિપ જૂની યાદો તાજી કરવા માટે પૂરતી છે.
View this post on Instagram
કયા મીમ્સ (Memes)નો દબદબો રહ્યો?
આ વાયરલ વિડીયોમાં 2025ના એવા ટ્રેન્ડ્સ છે જેણે લોકોના મગજ પર કબજો કરી લીધો હતો.
“દિલ પે ચલિયાં”: તમને યાદ હશે કે વર્ષના અમુક મહિનાઓમાં આ ગીત અને તેના પરના ડાન્સ સ્ટેપ્સ દરેકની રીલ્સ (Reels)માં જોવા મળતા હતા. નાના બાળકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી બધા જ આના પર થીરકતા જોવા મળ્યા હતા.
“10 રૂપિયાના બિસ્કિટ પેકેટની કિંમત કેટલી?”: આ સવાલ સાંભળવામાં ભલે સાવ મૂર્ખામીભર્યો લાગે, પણ આ વર્ષે આવા જ વિચિત્ર સવાલો અને તેના રમુજી જવાબોએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.
આ સિવાય પણ અનેક ડાયલોગ્સ, વિચિત્ર ઘટનાઓ અને રમુજી ચહેરાઓ આ લિસ્ટમાં સામેલ છે જે જોઈને તમારું હસવું રોકવું મુશ્કેલ થઈ જશે.
મીમ્સ (Memes )એટલે શું અને તે કેમ વાયરલ થાય છે?
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આખરે મીમ્સ (Memes )છે શું? સરળ શબ્દોમાં કહીએ તો, મીમ્સ એ આજના જમાનામાં લાગણીઓ વ્યક્ત કરવાનો ‘શોર્ટકટ’ છે. તે કોઈ ફોટો હોઈ શકે, કોઈ નાનકડી વિડીયો ક્લિપ હોઈ શકે કે પછી કોઈ લખાણ. તેની ખાસ વાત એ છે કે તે ‘રિલેટેબલ’ (Relatable) હોય છે.
એટલે કે, જ્યારે કોઈ મીમ (Memes)જુએ ત્યારે તેને તરત જ લાગે કે “આ તો મારી સાથે પણ થાય છે!” બસ, આ જ લાગણીને કારણે લોકો તેને પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરે છે અને જોતજોતામાં તે વસ્તુ વાયરલ થઈ જાય છે. મીમ્સ હવે માત્ર મનોરંજન નથી, પણ એક પ્રકારની ડિજિટલ ભાષા બની ગયા છે.

કોણે બનાવ્યો આ વિડીયો?
આ શાનદાર રીકેપ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર @nextdoorindian નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. યુઝર્સને આ ક્રિએટિવિટી ખૂબ પસંદ પડી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં લાખો લોકોએ તેને નિહાળ્યો છે અને હજારો લોકોએ તેને શેર કર્યો છે.
વર્ષ ૨૦૨૫ પૂરું થવા આવ્યું છે ત્યારે આ વિડીયો જોઈને તમે પણ તમારા ચહેરા પર સ્મિત સાથે વર્ષને વિદાય આપી શકો છો. હવે જોવાનું એ છે કે આવનારું વર્ષ 2026 સોશિયલ મીડિયા પર કેવા નવા ટ્રેન્ડ્સ અને હાસ્યના તોફાન લઈને આવે છે!
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને ઉપલબ્ધ માહિતીના આધારે લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો:ધુરંધર ફિલ્મ વિવાદમાં સપડાઈઃ બલોચ સમાજમાં આક્રોશ
આ પણ વાંચો:‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
