National News/ નવા વર્ષની મોટી ખુશખબરી! ભારતની પહેલી બુલેટ ટ્રેનને લીલી ઝંડી, તારીખ જાહેર.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train). સુરત–બીલીમોરા ટ્રાયલ રન સફળ.

Top Stories India
Bullet Train

India’s First Bullet Train Launch 2027 : નવા વર્ષની શરૂઆત સાથે જ મોદી સરકારે દેશને બે મોટી ખુશખબરી આપી છે. એક તરફ દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનના રૂટ અને ભાડાની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ ભારતની પહેલી બુલેટ ટ્રેન (Bullet Train)ને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે.

15 ઓગસ્ટ 2027એ દોડશે દેશની પ્રથમ Bullet Train

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની સંભવિત તારીખ જાહેર કરી છે. રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, 15 ઑગસ્ટ 2027 સુધીમાં ભારતની પહેલી બુલેટ ટ્રેન(Bullet Train) પાટા પર દોડતી થઈ જશે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

આ જાહેરાતને ભારતીય રેલવેના ઇતિહાસમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતાં ભારતની રેલ વ્યવસ્થા વૈશ્વિક સ્તરે પહોંચશે અને દેશ હાઈસ્પીડ રેલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી ઓળખ બનાવશે.

રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આધુનિક ટેકનોલોજી સાથે દેશની રેલ વ્યવસ્થાને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. હાલ રેલવે દરરોજ ટ્રેનોને વધુ હાઈટેક અને સુરક્ષિત બનાવવા દિશામાં કામ કરી રહી છે.

Bullet Train

સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ રન સફળ

રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ હવે તેજ ગતિએ ચાલી રહી છે. સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે

અમદાવાદ–મુંબઈ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ પણ પુરજોશમાં આગળ વધી રહ્યું છે. ટ્રેક, સ્ટેશન, વિઆડક્ટ અને અન્ય આધુનિક સુવિધાઓનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઘણું ઘટી જશે, જેના કારણે મુસાફરોનો સમય બચશે અને વ્યવસાય તથા પ્રવાસનને પણ વેગ મળશે.

નવા વર્ષની પહેલી જ દિવસે બુલેટ ટ્રેનને લઈને આવી મોટી જાહેરાતથી દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આ પ્રોજેક્ટ વિકાસની નવી દિશા ખોલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ

આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું કામકાજ પૂરું કરવાની ડેડલાઇન 2026 ડિસેમ્બર

આ પણ વાંચો:ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video