Indian Railway Recruitment 2026: ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે ખુશખબર છે. રેલ મંત્રાલયે ગ્રુપ ડી (લેવલ-1) અંતર્ગત 22,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આ ભરતી દ્વારા એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ટ્રાફિક અને સિગ્નલ એન્ડ ટેલિકોમ જેવા વિવિધ 11 વિભાગોમાં નિમણૂકો કરવામાં આવશે.
Railwayમાં કયા પદ પર કેટલી જગ્યા?
રેલવે (Railway)બોર્ડના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 11,000 જગ્યાઓ ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત પોઈન્ટ્સમેન-બી, આસિસ્ટન્ટ (બ્રિજ), આસિસ્ટન્ટ (ટ્રેક મશીન), આસિસ્ટન્ટ લોકો શેડ અને આસિસ્ટન્ટ ઓપરેશન્સ જેવા ટેકનિકલ અને બિન-ટેકનિકલ પદો ભરવામાં આવશે. ઝોન મુજબ વાત કરીએ તો પૂર્વ મધ્ય રેલવેમાં 993 અને દક્ષિણ પૂર્વ રેલવેમાં 1199 જગ્યાઓ ફાળવવામાં આવી છે.
લાયકાત અને વય મર્યાદા
આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે ઉમેદવાર માત્ર 10મું પાસ હોવો જોઈએ અને હવે ITI હોવું ફરજિયાત નથી. વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષના યુવાનો અરજી કરી શકશે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા અને શારીરિક કસોટી
ઉમેદવારોની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે, જેમાં કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા (CBT), શારીરિક ક્ષમતા કસોટી, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 35 કિલો વજન સાથે 100 મીટરનું અંતર 2 મિનિટમાં કાપવાનું રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 20 કિલો વજન સાથે આ અંતર કાપવાનું રહેશે. આ સાથે જ 1000 મીટરની દોડ પણ પાસ કરવી અનિવાર્ય છે.

ક્યારે આવશે ઓફિશિયલ નોટિફિકેશન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં આ ભરતીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ માટે RRBની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.
આ પણ વાંચો: રેલ્વેએ ગ્રુપ Cની આ ભરતીઓ રદ કરી, નોટિસમાં ઘણા કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આ પણ વાંચો: રેલવે કર્મચારી બઢતીમાં પારદર્શિતા માટે મોટો નિર્ણય, ગેરરીતિઓ પર લગામ કસાશે
આ પણ વાંચો: રેલ્વેમાં 8000 જગ્યાઓ પર ભરતી! જલ્દીથી જાણી લો કેવી રીતે કરશો એપ્લાય…
