Gujarat News/ ગુજરાતમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

“ગુજરાતના 31 જિલ્લાઓમાં આયોજિત સશક્ત નારી મેળા (Sashakt Nari Mela)માં રૂ. 4.10 કરોડના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ.

Top Stories Gujarat
Sashakt Nari Mela

Gujarat News:વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવા સ્વદેશી પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે.ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના 31 જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળા (Sashakt Nari Mela)એ સ્વદેશી (Indigenous)ની સાથેસાથે મહિલા સશક્તીકરણને પણ ઉજાગર કરી છે. આ જિલ્લાઓમાં આયોજિત નારી મેળા દ્વારા રૂ. 4.10 કરોડની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરીને ‘વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડક્ટ’ યોજનાને નવી દિશા આપી છે.

Sashakt nari mela

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC દ્વારા ગત તા. 18 થી 23 ડિસેમ્બર-2025 દરમિયાન રાજ્યના 31 જિલ્લાઓમાં 3 થી 5 દિવસ સુધી નારી મેળાનું સફળ આયોજન કરીને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી છે.આ નારી મેળા દ્વારા વિવિધ જિલ્લાઓમાં કુલ 2,300થી વધુ સ્ટોલની અંદાજે પાંચ લાખથી વધુ ભાઈ-બહેનોએ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી છે.

સ્વદેશીની સાથે મહિલા સશક્તીકરણને ઉજાગર કરતા ‘સશક્ત નારી મેળા’ (Sashakt Nari Mela)

‘સશક્ત નારીથી આત્મનિર્ભરતા તરફ’ રાજ્ય સરકાર (State Government)ના અભિયાનને વ્યાપક ગતિ આપવા સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે “સશક્ત નારી” (Sashakt Nari Mela)ના સંકલ્પને ઉજાગર કરતો પ્રથમ મેળો બનાસકાંઠાના પાલનપુર ખાતે તા. 11 ડિસેમ્બર-2025ના રોજ યોજાયો હતો, જેનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કરાવ્યો હતો. આ મેળામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ સહિત જિલ્લા વહીવટ તંત્રએ સહભાગી થઇને મહત્વની ભૂમિકા ભજવી હતી.

Sashakt nari mela

આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હેન્ડલૂમ, પરંપરાગત ખાદ્યપદાર્થો, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે સશક્ત બજાર પૂરું પાડ્યું છે. સશક્ત નારી મેળા એ માત્ર વેપાર મેળો નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓની મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ છે. મેળામાં ભાગ લેનાર બહેનો આજે માત્ર ઉત્પાદક નહીં, પરંતુ વડાપ્રધાનના ‘લોકલ ફોર વોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના વિચારને જમીનીસ્તર પર મૂર્તિમંત કરી રહી છે.

આ સશક્ત નારી મેળા (Sashakt Nari Mela)માં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સ્વ સહાય જૂથો, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકળાના વિવિધ નમૂનાઓમાં ભરતકામ, હેન્ડલૂમ, ઝરીકામ, ખાદ્ય પદાર્થો અને પારંપરિક નાસ્તાઓ તથા ઓર્ગેનિક ઉત્પાદનોની વિશાળ શ્રેણીઓ સહિતના ઉત્પાદનોને મુલાકાતીઓનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે જોવા મળી, જેના પરિણામે મેળો સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ પણ બની રહ્યો હતો. સશક્ત નારી મેળાના માધ્યમથી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓને એજન્ટ તેમજ સ્થળાંતર વિના સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે જેના પરિણામે તેમને વધુ આવકની સાથે પ્રોત્સાહન પણ મળ્યું છે.

વધુમાં, સશક્ત નારી મેળા (Sashakt Nari Mela)ના આયોજન દરમિયાન જ રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આગામી સમયમાં આવા વધુને વધુ મેળાઓનું આયોજન, ઉત્પાદનોને ઑનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાણ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપે શરૂ કર્યું ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’, સ્વદેશી અપનાવવા આહ્વાન

આ પણ વાંચો:મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો:‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક ડગલું, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ પ્લાનને મંજૂરી