London News/ લંડનની ગલીઓમાં ‘ઘંટાવાલા બિહારી સમોસા’નો ધમાકો, ગુજરાતી ઉદ્યોગ સાહસિકે બિહારી સ્વાદને ગ્લોબલ બનાવ્યો

ગુજરાતના નડિયાદથી શરૂ થયેલો ‘ઘંટાવાલા બિહારી સમોસા (Bihari Samosa)’ આજે લંડનની સડકો અને મેટ્રોમાં છવાયો છે.

Top Stories World Breaking News
Bihari Samosa

London News:લંડનના વ્યસ્ત રસ્તાઓ, ટ્યુબ સ્ટેશન અને મેટ્રોમાં એક અજીબો ગરીબ દ્રશ્ય જોવા મળે છે. સફેદ કુર્તા,ધોતીમાં સજ્જ એક વ્યક્તિ ખભે ટ્રે લટકાવીને ઘંટડી વગાડતા-વગાડતા બૂમ પાડે છે,”સમોસા…ગરમાગરમ બિહારી સમોસા (Bihari Samosa)!” આ વ્યક્તિ છે યોગેશ્વર શાહ ઉર્ફે યોગ, જેમના ‘ઘંટાવાલા બિહારી સમોસા’ના વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. ભારતીય ડાયસ્પોરા અને સ્થાનિક લોકોમાં પણ આ સમોસા (Bihari Samosa)ની લાઈનો લાગી જાય છે!

આ સફળતાની શરૂઆત 1972માં ગુજરાતના નડિયાદમાં થઈ હતી. બિહારના એક પ્રવાસી કાલીશાપ્રસાદ કિશનલાલ શાહએ એક નાનકડી ઠેલા પર બિહારી સ્ટાઈલના ક્રિસ્પી અને મસાલેદાર સમોસા વેચવાનું શરૂ કર્યું. તેમની માતાની પરંપરાગત રેસીપીથી બનેલા આ સમોસા ઝડપથી લોકપ્રિય થયા. જ્યારે તાજા બેચ તૈયાર થતા ત્યારે તેઓ એક નાની ઘંટડી વગાડતા, જેના કારણે લોકો તેમને ‘ઘંટાવાલા સમોસાવાળા’ કહેવા લાગ્યા. આ નામ આજે બ્રાન્ડનું પર્યાય બની ગયું છે.આજે આ બ્રાન્ડ ગુજરાતમાં અમદાવાદના ચાંદખેડા અને અંકુર ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ ફેલાઈ ચૂક્યો છે. પરંતુ 2024માં ત્રીજી પેઢીએ આ લેગસીને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું નક્કી કર્યું અને લંડનમાં પહેલી આઉટલેટ ખોલી!

ઘંટડી વગાડીને ઘંટાવાલા બિહારી સમોસા (Bihari Samosa) વેચે છે યોગેશ્વર શાહ

યોગેશ્વર શાહ (ઉંમર લગભગ 53 વર્ષ) આ બિઝનેસના વર્તમાન ચહેરા છે. ગુજરાતી હોવા છતાં તેઓ બિહારી અંદાજમાં સમોસા વેચીને લોકોના દિલ જીતી રહ્યા છે. તેઓ પોતાના પિતાની 50+ વર્ષ જૂની રેસીપીને આજે લંડનની સડકોથી મેટ્રો સુધી પહોંચાડી રહ્યા છે.તેમનો વેચાણનો અંદાજ ખાસ છે. ખભા પર ટ્રે લટકાવી, ઘંટડી વગાડીને, પરંપરાગત વસ્ત્રોમાં ફરીને તેઓ સમોસા વેચે છે. આ યુનિક સ્ટાઈલ અને માર્કેટિંગના કારણે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો વાયરલ થઈ ગયા છે. ઘણા વ્લોગર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે પણ તેમની દુકાન અને સ્ટ્રીટ વેચાણના વીડિયો શેર કર્યા છે.

વાયરલ વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર, યોગેશ્વર શાહ દરરોજ 10,000 સુધીના સમોસા (Bihari Samosa) વેચે છે. લંડનમાં એક સમોસાની કિંમત 3 યુરો (લગભગ 260-280 રૂપિયા) અથવા 2 સમોસા માટે 5 પાઉન્ડ (લગભગ 500-600 રૂપિયા) છે. આ પ્રીમિયમ પ્રાઈસિંગ અને અધિકૃત સ્વાદના કારણે લોકો લાઈન લગાવીને ખરીદે છે.

યોગેશ્વર શાહ એક દિવસમાં 10,000 પાઉન્ડ (આશરે 10-12 લાખ રૂપિયા)ની કમાણી કરે છે. આ અંકડો વાયરલ થયા પછી મોટિવેશનલ પેજીસ અને રીલ્સમાં ખૂબ શેર થયો છે. જોકે, આ બિઝનેસમાં રોકાણ, કર્મચારીઓ અને ખર્ચનો પણ મોટો હિસ્સો હોય છે.

ઘંટાવાલા બિહારી સમોસા (Bihari Samosa) લંડનમાં બે મુખ્ય આઉટલેટ ધરાવે છે:149 ઈલિંગ રોડ, સનાતન મંદિરની સામે, વેમ્બલી, HA0 4BY અને યુનિટ 12, સાઉથ હેરો માર્કેટ, નોર્થોલ્ટ રોડ, સાઉથ હેરો, હેરો HA2 0EU. આ બંને જગ્યાએ ભારતીય ડાયસ્પોરાની ભીડ રહે છે, અને તાજા, ગરમ સમોસા સાથે ઘરગથ્થુ ચટણીનો સ્વાદ લોકોને ભારતની યાદ અપાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેંગલુરુમાં રીક્ષા ચાલકને પહેલા ચંપલથી માર્યો, બાદમાં માફી માંગી પગે પડવું પડ્યું