Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 4-4-2025ના રોજ બોમ્બે પોલીસ એક્ટ–1951ની કલમ 37(3) હેઠળ જાહેરનામું (Notification)પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામામાં જણાવાયું હતું કે દેવભૂમિ દ્વારકામાં આવેલ રાજ્ય સરકારના તમામ વિભાગોની તથા તેમની તાબાની કચેરીઓ, રાજ્ય સરકારના જાહેર સાહસોની કચેરીઓ તેમજ તેમની પરિસરમાં અને મુખ્ય જાહેર માર્ગો પર ઉપવાસ, ધરણા, ભૂખ હડતાલ પર બેસવા, ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા તેમજ કચેરીના 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કરી સભા, સરઘસ અથવા સૂત્રોચાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ જાહેરનામું (Notification) 04-04-2025 થી 03-04-2026 સુધી, એટલે કે એક વર્ષ માટે અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરનામાને (Notification)દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસ પ્રમુખ શ્રીપાલભાઈ રામભાઈ આંબલીયા દ્વારા પોતાના વકીલ એડવોકેટ ઝમીર શેખ મારફતે નામદાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ મામલે પિટિશન દાખલ કરી જાહેરનામા (Notification) ની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
આજરોજ પિટિશનની પ્રાથમિક સુનાવણી દરમિયાન નામદાર હાઇકોર્ટ (ભુજ ખંડપીઠ) દ્વારા સરકારને સ્પષ્ટ પ્રશ્નો કરી નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ આગામી તારીખે મનાઈ અરજી ઉપર વિગતવાર સુનાવણી રાખવામાં આવી છે.
