કાર્યવાહી/ પિસ્તોલ સાથે ફરતા યુવકની લિંબાયત પોલીસે ધરપકડ કરી

સંજય મહંત, મંતવ્ય ન્યુઝ , સુરત લીંબાયત પોલીસે બાતમીના આધારે પિસ્તલ સાથે ફરતા એક લબર મુછીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમંચો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તમંચો વેચવા પહેલા તેણે પોતાની પાસે સોશ્યલ મીડિયામાં ફોટા મુકવા માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું લીંબાયત પોલીસને બાતમીના આધારે નીલીગીરી સર્કલ પાસે ખુલ્લા મેદાનમાંથી […]

Gujarat

સંજય મહંત, મંતવ્ય ન્યુઝ , સુરત

લીંબાયત પોલીસે બાતમીના આધારે પિસ્તલ સાથે ફરતા એક લબર મુછીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમંચો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તમંચો વેચવા પહેલા તેણે પોતાની પાસે સોશ્યલ મીડિયામાં ફોટા મુકવા માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું

લીંબાયત પોલીસને બાતમીના આધારે નીલીગીરી સર્કલ પાસે ખુલ્લા મેદાનમાંથી મયુર પપ્પુ મહાજન નામના લબર મુછીયાને પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મયુર લીંબાયતમાં તેના કાકાના ઘરે રહે છે અને ૬ માસ અગાઉ તે વતન ગયો હતો ત્યારે લીંબાયત રંગીલાનગરમાં રહેતા મિત્ર મહેશ ઉર્ફે ભૈયાએ પિસ્તોલ મંગાવી હતી. આથી તે વતનના મિત્ર નીખીલ ગાયકવાડ સાથે પોતાના ગામ નજીક રહેતા સંજય સરદાર પાસે ગયો હતો અને ત્યાંથી ૮૫૦૦ રૂપિયામાં પિસ્તલ ખરીદી હતી. અને તે સુરત આવી તે મહેશ ઉર્ફે ભૈયાને વધુ પૈસા લઈને વેચવાનો હતો. પરંતુ તે પહેલા ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે તેણે પિસ્તલ પોતાની પાસે રાખી હતી. જેથી આ મામલે લીંબાયત પોલીસે નીખીલ ગાયકવાડ, સંજય સરદાર અને મહેશ ઉર્ફે ભૈયાને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.