Gujarat Weather Update: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી ?
હવામાન (Weather) વિભાગની આગાહી અનુસાર, સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ પ્રતિકૂળ ફેરફારને લીધે આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

માછીમારોને ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ફેરફાર અને ખરાબ હવામાન (Weather) ને જોતા માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર સતર્કતા વધારી દેવામાં આવી છે.

ઠંડીનો પારો ગગડશે
વરસાદી માહોલ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયામાં રાજ્યનું સૌથી નીચું ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી રહ્યું છે. આગાહી અનુસાર ૨૪ કલાક બાદ એટલે કે માવઠાની અસર ઓછી થતા જ બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
