Breaking News/ ભારત-EU વચ્ચે ઐતિહાસિક ‘મધર ઓફ ઓલ ડીલ’: લક્ઝરી કાર, કેમિકલ અને મેડિકલ સાધનો થશે સસ્તા

India EU FTA : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત. લક્ઝરી કાર પર ટેક્સ 110% થી ઘટાડી 10% કરાયો. જાણો અમેરિકાની નારાજગીનું કારણ.

NATIONAL Top Stories India Breaking News
India EU FTA

India EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન (EU) એ વેપાર ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી છે. બંને પક્ષો વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) ની જાહેરાત કરવામાં આવી છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મધર ઓફ ઓલ ડીલ” ગણાવી છે. આ સમજૂતીથી ભારતીય બજારોમાં યુરોપિયન લક્ઝરી કાર, મેડિકલ સાધનો અને કેમિકલ્સના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

India EU FTA: શું સસ્તું થશે?

ભારત અને યુરોપ વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારને કારણે વેપાર પરના ટેક્સમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો મુજબ, લક્ઝરી કાર પરનો ટેરિફ જે પહેલા 110% હતો, તે ઘટાડીને હવે માત્ર 10% કરી દેવાયો છે. આ ઉપરાંત, આશરે 90% જેટલા મેડિકલ અને સર્જિકલ સાધનોને હવે સંપૂર્ણપણે કરમુક્ત (Tax-Free) જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ દારૂ, કેમિકલ તેમજ વિમાન અને અંતરિક્ષ ક્ષેત્રના સાધનોની આયાત પણ સસ્તી થશે, જેનાથી બંને પક્ષો વચ્ચે વેપારને નવો વેગ મળશે.

India EU FTA

પ્રજાસત્તાક પર્વ પર ઐતિહાસિક સમજૂતી

77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટાની હાજરીમાં આ ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતીથી માત્ર વેપાર જ નહીં, પરંતુ સુરક્ષા અને ક્લીન એનર્જી ક્ષેત્રે પણ સહયોગ વધશે.

અમેરિકા કેમ નારાજ થયું?

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વધતી નિકટતાથી અમેરિકા નારાજ દેખાઈ રહ્યું છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે યુરોપ ભારત પાસેથી જે રિફાઇન્ડ ઓઇલ ખરીદે છે, તે વાસ્તવમાં રશિયન ઓઇલમાંથી બનેલું હોય છે. તેમના મતે, આ રીતે યુરોપ પરોક્ષ રીતે રશિયા-યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ પૂરું પાડી રહ્યું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આ યુદ્ધને રોકવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે ભારત અને યુરોપ વચ્ચેની આ ઓઇલ ડીલ અમેરિકા માટે મોટી ચિંતાનો વિષય બની છે.

India EU FTA

MSME ને મળશે નવી પાંખો

આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગપતિઓ (MSME) માટે યુરોપના બજારો ખુલી જશે. જીઆઈ (GI) ટેગ ધરાવતી ભારતીય પ્રોડક્ટ્સને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સુરક્ષા અને મોટું પ્લેટફોર્મ મળશે.


આ પણ વાંચો: Budget 2026: શું બદલાશે ઇન્કમ ટેક્સ સ્લેબ? જાણો 1994 થી 2025 સુધીનો ટેક્સ ઇતિહાસ

આ પણ વાંચો: રોકાણકારોમાં ભારે કન્ફ્યુઝન! ચાંદીમાં એક મહિનામાં 36% નો ઉછાળો, બિટકોઈન સુસ્ત!

આ પણ વાંચો: નવું વર્ષ શરૂ થતાં જ મોંઘવારીનો ફટકો, 19 કિલો LPG સિલિન્ડરના ભાવ વધ્યા