The teachings of a saint: જીવનમાં પરિસ્થિતિ ક્યારેય એકસરખી રહેતી નથી. ક્યારેક મનગમતું થાય છે તો ક્યારેક ધાર્યા કરતા વિપરીત પરિણામ મળે છે. મોટાભાગના લોકો મુશ્કેલી આવતા જ નિરાશ થઈ જાય છે અને નકારાત્મક બની જાય છે. પરંતુ જે લોકો ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી લે છે, તેઓ જ સાચા અર્થમાં સુખી છે. આ વાત સમજાવતી એક સંત (saint) અને તેમના શિષ્યોની પ્રેરણાદાયી લોકકથા વાંચો.
વાર્તા: આશ્રમમાં આવેલી ગાય અને સંત (saint)નું સ્મિત
એક જ્ઞાની સંત (saint) નો આશ્રમ હતો, જ્યાં અનેક શિષ્યો જ્ઞાન મેળવતા હતા. એક દિવસ સંતનો એક ધનવાન ભક્ત આશ્રમમાં આવ્યો અને તેણે ભેટ તરીકે એક સારી જાતની ગાય આશ્રમને દાનમાં આપી.
શિષ્યોની ખુશી: ગાયને જોઈને શિષ્યો રાજીના રેડ થઈ ગયા. બધા વિચારવા લાગ્યા, “વાહ! હવે રોજ તાજું અને પૌષ્ટિક દૂધ પીવા મળશે.” શિષ્યોએ ગુરુજીને ખુશખબર આપી. સંતે શાંતિથી હસીને કહ્યું, “સારી વાત છે, હવે બધાને દૂધ મળશે.”
જ્યારે ગાય પાછી લઈ લેવામાં આવી…
થોડા દિવસો સુધી આશ્રમમાં બધાએ દૂધનો આનંદ માણ્યો. પરંતુ થોડા સમય પછી પેલો ધનવાન ભક્ત પાછો આવ્યો અને કોઈ કારણસર તેણે પોતાની ગાય પાછી માંગી લીધી. સંતે જરા પણ ખચકાયા વગર ગાય પાછી આપી દીધી.
શિષ્યોનું દુઃખ: ગાય જતી રહેતા શિષ્યોના મોઢા પડી ગયા. તેઓ ઉદાસ થઈને વિચારવા લાગ્યા કે હવે દૂધ નહીં મળે. તેમના ચહેરા પર નિરાશા જોઈને સંતે તેમને બોલાવ્યા.
સંતનો બોધ: નકારાત્મકતામાં પણ સકારાત્મકતા (saint)
સંતે શિષ્યોને કહ્યું, “બેટા, નિરાશ કેમ થાઓ છો? ગાય જતી રહી એમાં પણ આપણો જ ફાયદો છે.”
શિષ્યો ચોંકી ગયા. ગુરુજીએ સમજાવ્યું, “જુઓ, અત્યાર સુધી તમારો ઘણો સમય ગાયનું છાણ વાસીદું કરવામાં અને તેની સેવા કરવામાં જતો હતો. હવે ગાય નથી, તો ગંદકી સાફ નહીં કરવી પડે અને આપણો કિંમતી સમય બચશે. હવે તમે આ સમયનો ઉપયોગ પ્રભુ ભક્તિ, ધ્યાન અને અભ્યાસમાં કરી શકશો.”
આ સાંભળીને શિષ્યોને સમજાયું કે સુખ અને દુઃખ માત્ર આપણી વિચારસરણી પર આધારિત છે.
આ વાર્તા આપણને શું શીખવે છે?
સકારાત્મક દ્રષ્ટિકોણ: દરેક સિક્કાની બે બાજુ હોય છે. સંતે (saint) ગાયના જવાનું નુકસાન ન જોયું, પણ સમય બચવાનો ફાયદો જોયો. ખરાબ પરિસ્થિતિમાં પણ સારું શોધતા શીખો.
સ્થિતપ્રજ્ઞ રહો: ગાય આવી ત્યારે સંત (saint) બહુ હરખાયા નહોતા અને ગઈ ત્યારે દુઃખી ન થયા. અપેક્ષાઓ મર્યાદિત રાખો અને સુખ-દુઃખમાં સમાન રહો, તો જ મનની શાંતિ જળવાશે.
નકારાત્મકતાથી બચો: નાની મુશ્કેલીને મોટી બનાવવાનું કામ આપણી નકારાત્મક વિચારસરણી કરે છે. ફરિયાદ કરવાને બદલે ઉકેલ અને અવસર પર ધ્યાન આપો.
મુશ્કેલીમાં અવસર: દરેક અંત એક નવી શરૂઆત છે. મુશ્કેલીમાં પણ એક નવો અવસર છુપાયેલો હોય છે, બસ તેને ઓળખવાની જરૂર છે.
સુખી જીવન માટે પરિસ્થિતિ બદલવાની જરૂર નથી, મનઃસ્થિતિ બદલવાની જરૂર છે. ધૈર્ય, સકારાત્મકતા અને સંતુલન – આ ત્રણ ગુણો કેળવશો તો જીવનની દરેક બાજી જીતી જશો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે




