Budget 2026 : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ (Budget) 2026માં સામાન્ય જનતાને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. બજેટ (Budget) મુજબ CNG અને બાયોગેસને સસ્તું કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે CNG વાહન ચલાવતા લોકોના ઈંધણ ખર્ચમાં સીધો ઘટાડો થશે.
આ નિર્ણયનો લાભ માત્ર ખાનગી વાહનચાલકોને જ નહીં પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મળશે, જેના કારણે મુસાફરો માટે ભાડાંમાં રાહત મળવાની શક્યતા છે.
નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસની કિંમતને છૂટ આપવામાં આવશે. આ પગલાંથી ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે અને પર્યાવરણને અનુકૂળ ઈંધણના ઉપયોગમાં વધારો થશે.
Budget 2026 ની અસર: બાયોગેસથી ઓટો ઈન્ડસ્ટ્રીને ફાયદો
સરકારના આ નિર્ણયથી બાયોગેસ આધારિત ઈંધણના ભાવ ઘટવાની સંભાવના છે. તેના કારણે CNG વાહનો ચલાવવાનો ખર્ચ ઓછો થશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ લાભ મળશે. ઈંધણ સસ્તું થવાથી લોકોમાં CNG વાહનો પ્રત્યે વધુ રસ ઊભો થવાની શક્યતા છે.
તે સાથે બજેટ (Budget) માં EV બેટરીઓના ભાવ ઘટાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેટરી સસ્તી થતાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને EV ખરીદવું હવે અગાઉની તુલનામાં વધુ સરળ અને કિફાયતી બનશે. આ નિર્ણયથી હરિત અને પર્યાવરણમિત્ર વાહનોને વધુ પ્રોત્સાહન મળશે.
શું ફેરફાર થયો?
હાલ સુધી બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી સમગ્ર ઈંધણના કુલ મૂલ્યના આધારે થતી હતી. પરિણામે, તેમાં સમાવિષ્ટ બાયોગેસ પર પણ સંપૂર્ણ ડ્યુટી લાગુ પડતી હતી, જેનાથી ગેસની કિંમતમાં વધારો થતો હતો.
આ પણ વાંચો: દીકરીઓ માટે ખુશખબર! દેશના દરેક જિલ્લામાં ખુલશે ‘ગર્લ્સ હોસ્ટેલ’, મેડિકલ શિક્ષણ અને AI પર કરોડોનો વરસાદ
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને AI આધારિત India-VISTAAR યોજના જાહેર
આ પણ વાંચો: રોજગારનો નવો યુગ! ‘ઓરેન્જ ઈકોનોમી’માં 20 લાખ નોકરીઓ અને MSME માટે ₹10,000 કરોડનું ફંડ
