India IMD Update: ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પ્રવેશ સાથે જ દેશના મોટા ભાગોમાં શિયાળા (Winter)ની અસર હવે ધીમે ધીમે ઓછી (Weather)થતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વહેલી સવારથી જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની શક્યતા (Weather)યથાવત છે.
મેદાનોમાં શિયાળા (Winter)ની વિદાયના સંકેત
દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ (Weather)થવા લાગ્યો છે. સવારના સમયમાં ધુમ્મસ જોવા મળે છે, પરંતુ સૂર્ય ઉગ્યા બાદ આકાશ સાફ થઈ જાય છે. હવામાન નિષ્ણાતો માને છે કે મેદાનોમાં હવે શિયાળા (Winter)ની વિદાય શરૂ થઈ ચૂકી છે.
દિલ્હી-NCR માટે હવામાનની આગાહી
IMD અનુસાર, દિલ્હી-NCRમાં આગામી બે દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.
9 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન 24°C અને લઘુત્તમ 9°C નોંધાયું, સવારમાં હળવું ધુમ્મસ.
10 ફેબ્રુઆરી: મહત્તમ 25°C અને લઘુત્તમ 10°C રહેવાની સંભાવના, ધુમ્મસભરી સવાર.
11થી 15 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 22–27°C અને લઘુત્તમ 10–13°C વચ્ચે રહી શકે છે.
ઉત્તર પ્રદેશઃ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ
યુપીમાં શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે, પરંતુ સવારે ગાઢ ધુમ્મસ હજુ પણ સમસ્યા બની રહ્યો છે. IMDએ રાજ્યના 24 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 10 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ઉત્તરાખંડ અને હિમાચલઃ હિમવર્ષાની (Weather)ચેતવણી
ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. ઉત્તરકાશી, ચમોલી અને પિથૌરાગઢ જિલ્લામાં બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. દેહરાદૂન, ટિહરી અને અલ્મોડા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ભારતઃ ગરમીમાં વધારો
તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના મોટા ભાગોમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, કેટલાક વિસ્તારોમાં સવારના સમયે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે, જેના કારણે દૃશ્યતા ઘટી શકે છે. જોકે, મોટાભાગના દિવસો શુષ્ક રહેશે.
આ પણ વાંચો:રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં હવામાનનો ડબલ અટેક, દિલ્હી-યુપીમાં ગાઢ ધુમ્મસ, પહાડોમાં ભારે બરફવર્ષા

