Mumbai News/ અભિનેતા રણવીર સિંહને લોરેન્સ ગેંગની ધમકી

Ranveer Singhને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો

Top Stories India
Ranveer Singh

Mumbai News : ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરે તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટના બાદ હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)ને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર, રણવીર સિંહ (Ranveer Singh)ને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

ધમકી આપનાર વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. ધમકી મળતાં જ રણવીર સિંહે (Ranveer Singh) તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે પોલીસે અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)ના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને જરૂરી સાવચેતીના પગલાં લીધાં છે.

રણવીર સિંહ (Ranveer Singh)ને ધમકી મળતા ફિલ્મ ઉદ્યોગમાં ફેલાઈ ચિંતા

આ પહેલા, ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી. આ હુમલો ગઈકાલે મોડી રાત્રે થયો હતો, જ્યારે અજાણ્યા હુમલાખોરે અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.

હુમલા સમયે રોહિત શેટ્ટી ઘરે હાજર હતા, પરંતુ સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી નથી. પ્રારંભિક તપાસ મુજબ ગોળીબાર કરનાર વ્યક્તિ એકલો જ હતો. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારતી પોસ્ટ વાયરલ

ગોળીબારની ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા વ્યક્તિઓએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ પોસ્ટ કથિત રીતે શુભમ લોનકર, આરજુ બિશ્નોઈ અને હરિ બોક્સરના નામથી શેર કરવામાં આવી હતી.

પોસ્ટમાં ભૂતકાળમાં રોહિત શેટ્ટીને મોકલવામાં આવેલી ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ બોલિવૂડ સાથે સંકળાયેલા અન્ય લોકો માટે પણ ગંભીર ચેતવણીઓ આપવામાં આવી હતી. નોંધનીય છે કે શુભમ લોનકરનું નામ અગાઉ પણ અનેક હાઈ-પ્રોફાઇલ ગુનાહિત કેસોમાં સામે આવ્યું છે.

અગાઉ પણ અનેક પ્રખ્યાત હસ્તીઓ પર હુમલા

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી હસ્તીઓના ઘરો અને સ્થળોએ ગોળીબારની ઘટનાઓ વધતી જઈ રહી છે. અગાઉ સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.

તે ઉપરાંત, કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર, બરેલીમાં દિશા પટાણીના ઘર બહાર ગોળીબાર, તેમજ યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર હુમલાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે, જેમાં વિવિધ ગેંગોની સંડોવણી જણાઈ હતી.


આ પણ વાંચો : લોરેન્સ ગેંગ ભારત સરકારના ઈશારે કેનેડામાં કાર્યરત છે, આ RCMP રિપોર્ટે મચાવ્યો ખળભળાટ  

આ પણ વાંચો : લોરેન્સ ગેંગના અનમોલની ગુજરાત ATS દ્વારા ધરપકડની તૈયારીઓ તેજ બની

આ પણ વાંચો : કપિલ શર્માના કાફેમાં ગોળીબારની ત્રીજી ઘટના: લોરેન્સ ગેંગે ધમકી આપી