Harsh Sanghavi Gheti Village Visit: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામે શનિવારે ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના નિવાસસ્થાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી વચ્ચે એક આત્મીય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
Harsh Sanghavi એ X એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સત્તાવાર એક્સ (Twitter) એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે. તેમણે કેપ્શનમાં જણાવ્યું કે, “ઘેટી ગામ, ભાવનગર જિલ્લામાં શ્રી રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના નિવાસસ્થાને સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે આત્મીય મુલાકાત કરી.” આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી @Nimu_Bambhaniya , સાથી મંત્રી શ્રી @posolanki , ધારાસભ્ય શ્રી @hirabhaisolanki , @Gautambhaibjp તથા કાર્યકર્તાઓ સાથે શ્રી રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના નિવાસસ્થાને આત્મીય… pic.twitter.com/lxxj9MVklA
— Jitu Vaghani (@jitu_vaghani) February 14, 2026
હળવા મૂડમાં જોવા મળ્યા દિગ્ગજો
લાંબા સમય બાદ ભાવનગરના બે કદાવર નેતાઓ જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી એકસાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. નેતાઓ વચ્ચેની આ મુલાકાત માત્ર રાજકીય નહીં પરંતુ પારિવારિક અને આત્મીય રહી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ થયેલા મંત્રીમંડળના વિસ્તરણ બાદ હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે અને જીતુ વાઘાણી પણ કેબિનેટમાં પરત ફર્યા છે.
કૈલાશધામ મંદિરનો જીર્ણોદ્ધાર અને મહાશિવરાત્રિનો પર્વ
આ મુલાકાત પહેલા પાલીતાણાના નાનીમળ ગામે કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ૧૨ જ્યોતિર્લિંગ સહિત ૧૭ મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીઓએ હાજરી આપી હતી અને સંતો-મહંતોના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ મંત્રીઓનું ભવ્ય અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: SIRની મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી સહકારી મંડળીઓની ચૂંટણીમાં છ મહિના મુક્તિ:જીતુ વાઘાણી
આ પણ વાંચો:SIRમાં ફોર્મ નંબર-7નો વ્યાપક રીતે દુરુપયોગ : અમિત ચાવડા
આ પણ વાંચો: BLO આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીની સ્પષ્ટતા, દબાણ ન કરવા કલેક્ટરોને આદેશ
