Junagadh News : જૂનાગઢ ભવનાથ મેળા(Junagadh Bhavnath Mela)માં ઉમટતી લાખો ની મેદની વચ્ચે ખાસ કરી પોલીસ તંત્રની ખડે પગે કિલ્લા બંધ સુરક્ષાથી લોકોએ સરહના થઈ છે. જેમાંએક પોલીસે યુવકનો જીવ બચાવ્યો (Police Save) હતો. પોલીસ કર્મીના આ માનવતા વાદી કાર્યની સરહના થઈ રહી છે.
ગઈ કાલે સંતો ની નીકળતી રવેડી ના દર્શન માટે જૂનાગઢ ભવનાથ મેળામાં (Junagadh Bhavnath Mela) લાખોની મેદની ઉમટી પડી હતી એ વચ્ચે પોલીસની પરીક્ષા થતી હતી એવી જન મેદની વચ્ચે ચૌદ ચૌદ કલાક સતત ફરજ પર રહેતી પોલીસ ગઈ કાલે ભવનાથ માં આવેલ મંગલમ હોટલ સામે એકવીસ નંબરની પોલીસ રાવટી નજીક હકડે ઠક માનવ મેદની રવેડી ના દર્શન માટે બપોર થીજ લાઇન માં ઉભા રહી ગયેલા ત્યારે આ એકવીસ નંબરની ચોકી નજીક લાઇનમાં ઉભા રહેલ એક ત્રીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં જમીન પર ઢળી પડેલ લોકો આ યુવાનને બચાવવા 108 ને કોલ કરવા લાગેલ.

પરંતુ એ જગ્યા એ એમ્બ્યુલન્સ કે અન્ય વાહન ને પહોંચવું અશક્ય હતું એ પહોંચવામાં વાહનને એકાદ કલાક જેવો સમય જતો રહે તેવી ભીડ વચ્ચે આ ત્રીસ વર્ષી નો યુવાન કણસતો બેભાન પડયો હતો લોકો એ નજીક ની પોલીસનો સંપર્ક કરેલ ત્યારે ફરજ પર ના પોલીસ કર્મી ઓ સ્થળ પર જોઈ ને યુવાનો જીવ (Young Man’s Life)કેમ બચાવવો એ વિચારતા હતા એમાં સાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરેલી જિલ્લા માંથી મેળાના ખાસ બંદોબસ્ત માં મુકાયેલ મૂળ બગસરાના રાજગોર બ્રાહ્મણ ઉમેદ ભાઈ મહેતા જેવો એ આ યુવા ની સ્થિતિ જોઈ 108 પહોંચી શકે એમ ન હોઈ 30 વર્ષનો યુવાન જીવન(Young Man’s Life) મરણ વચ્ચે હતો.
એવા સમયે પલ વાર નો વિચાર કર્યા વગર આ યુવાન ને ઊંચકી ને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલ ઇમરજન્સી સારવાર કેન્દ્ર સુધી ઊંચકી ને દોટ મુકેલ જે ના લીધે આ યુવાન ને પ્રાથમિક સારવાર ઓક્સિજન વગેરે મળી જતા આ યુવાનનો જીવ (Young Man’s Life)બચી ગયો હતો.

જ્યારે પોલીસ કર્મી આ યુવાનને ઊંચકીને દોટ મુક્તા હાજર કોઈ યાત્રીકે આ વિડ્યો પોતાના મોબાઈલમાં સૂટ કરેલ જે વિડ્યો હાલ વાયરલ થતા અમારા પ્રતિનિધિ જયેશ દવેએ આ પોલિશ કર્મીનો સંપર્ક કરી સાચી હક્કીક્ત જાણવા મળેલ પોલિસ કર્મીને આ માનવતા વાદી આ કાર્યથી એક યુવાનને તાત્કાલિક સારવાર મળી જતા યુવાનનો જીવ બચી જતા આ પોલીસ કર્મી ઉમેદ મહેતાના કાર્ય ની સરહના થઈ રહી છે.
