Kutch News/ કચ્છના મુંદ્રા પોર્ટ પર દિલ્હી ATSની મોટી કાર્યવાહી, ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો વિશાળ જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપકડ

મુંદ્રા પોર્ટ પર દિલ્હી પોલીસ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની કાર્યવાહી. 5.15 ટન ટ્રામાડોલ-એલ્પ્રાઝોલમ સહિત 8 કરોડની ગોળીઓ (Drug Mixed Pills) જપ્ત, 2 આરોપીની ધરપકડ.

Top Stories Gujarat Breaking News
Drug Mixed Pills

Kutch News:કચ્છના મુંદ્રા પોર્ટ પર દિલ્હી ATS દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ડ્રગ્સ મિશ્રિત સાયકોટ્રોપિક ગોળીઓનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં અંદાજે 8 કરોડ રૂપિયાની કિંમતની 5.15 ટન ગોળીઓ જપ્ત થઈ છે, જેમાં કુલ 17 લાખથી વધુ ગોળીઓ (Drug Mixed Pills)નો સમાવેશ થાય છે.

આ ગોળીઓમાં મિક્સ કરાયું હતું ડ્રગ્સ  (Drug Mixed Pills)

જપ્ત કરાયેલા જથ્થામાં મુખ્યત્વે ટ્રામાડોલ (Tramadol), એલ્પ્રાઝોલમ (Alprazolam) અને ઝોલ્પિડેમ (Zolpidem) જેવી સાયકોટ્રોપિક અને નાર્કોટિક ગોળીઓનો સમાવેશ છે. આ ગોળીઓ (Drug Mixed Pills) NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટાન્સ એક્ટ) હેઠળ નિયંત્રિત અને પ્રતિબંધિત છે, જેનો દુરુપયોગ નશા તરીકે થાય છે અને તે ઘણી વખત અન્ય ડ્રગ્સ સાથે મિલાવીને વેચાય છે.

8 કરોડની ડ્રગ્સ મિશ્રિત ગોળીનો જથ્થો જપ્ત કરાયો

આ જથ્થો સોડાના સામાનની આડમાં કન્ટેનરમાં છુપાવીને આયાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ એક સામાન્ય રીત છે જેનો ઉપયોગ ડ્રગ્સ સ્મગલરો દ્વારા કરવામાં આવે છે, જેથી કસ્ટમ્સ અને અન્ય એજન્સીઓની નજર ચૂકી જાય.

દિલ્હી ATSની ટીમે ગુપ્ત માહિતીના આધારે મુંદ્રા પોર્ટ પર ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 32 કાર્ટનમાંથી 5.15 ટન ગોળીઓ (Drug Mixed Pills) મળી આવી અને 2 શખ્સોની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ પર NDPS એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. પોલીસનું માનવું છે કે આ જથ્થો દિલ્હી અને આસપાસના રાજ્યોમાં વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દિલ્હી ATSની ઇન્ટર-સ્ટેટ અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક સામેની સતત કાર્યવાહીનો ભાગ છે.


આ પણ વાંચો: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રાજસ્થાનમાંથી નશીલા દ્રવ્યો બનાવતી ફેક્ટરી ઝડપી

આ પણ વાંચો:ગુજરાત ATSની મોટી સફળતા, પાકિસ્તાન માટે જાસૂસી કરતું નેટવર્ક ઝડપાયું

આ પણ વાંચો:  ગુજરાત ATSની મોટી કાર્યવાહી, નવસારીમાંથી ફૈઝાન શેખની ધરપકડ